Dakshin Gujarat

વસવારી પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ટ્રક ચાલકની ડિ-કમ્પોઝ લાશ મળી

સાયણ : (Sayan) ઓલપાડના વસવારી નજીક સર્જાયેલા અકસ્માતમાં (Accident) ટ્રક ચાલકની (Truck Driver) લાશ ત્રણ દિવસ બાદ ડિ-કમ્પોઝ (De-Compose) હાલતમાં મળી આવી હતી. મૂળ ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાનો વતની જગવીરસિંગ બચુસિંગ (ઉ.વ.૪૫)હજીરાની કંપનીમાં ટ્રક ચલાવવાનું કામ કરતો હતો. તે ગઇ તારીખ ૧૧ ના રોજ રાત્રે ૯:૩૦ કોસંબાથી ટ્રક લઇને માલ ભરી ટ્રક લઇને હજીરા આવવા નીકળ્યો હતો ત્યારે વસવારી ગામ નજીક નવી કોલોની પાસે ટ્રક ખાડામાં પલટી ગઇ હતી. બે દિવસ સુધી તેની શોધખોળ કર્યા બાદ 14મીના રોજ તેની લાશ કાદવમાં ડિ-કમ્પોઝ હાલતમાં મળી આવી હતી.

મોટી નરોલીની કંપનીના કર્મચારીનું રહસ્યમય મોત
હથોડા : મોટી નરોલી નજીક કંપનીમાં કામ કરતાં શ્રમજીવીનું રહસ્યમય મોત થયું હતું. ઘટનાની વિગત એવી છે કે મૂળ બિહારનો વતની અને બે વર્ષથી મોટી નરોલીની ગામની રીંગલ એલ્યુમિનિયમની કંપનીમાં 25 વર્ષીય અનિલ રામદીન ગૌડ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઇકાલે રાત્રે 10:00 વાગ્યે જમીને કંપનીના રૂમમાં સુઈ ગયા બાદ સવારે સાત વાગે તેને ઉઠાડતા તે નહીં ઉઠતા તપાસ કરતા તેનું મરણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ઓલપાડ ના દેલાડમાં દાદર પરથી પડી જતાં શ્રમિકનું મોત

  સાયણ: દેલાડ ગામે આવેલ એક કંપનીમાં કામ કરતાં શ્રમજીવીનું દાદર પરથી પડી જતાં મોત થયું હતું. મૂળ ઓરિસ્સા રાજ્યના જાલપુર જિલ્લાનો વતની ગંગાધરસિંગ વિદ્યાધર સિંગ(ઉ.વ.૩૦)હાલમાં દેલાડ ગામે મિલાપ ઇન્ડસ્ટ્રિયલના ખાતામાં કરતો હતો. તે 14મી જાન્યુઆરીના રોજ સવારે ૯:૩૦ થી ૯:૪૫ કલાકના સુમારે રોયલ ઇન્ડસ્ટ્રિયલ કંપનીના બીજા માળના દાદર ઉપરથી આકસ્મિત રીતે નીચે પડી જતાં ગંભીર ઇજાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

Most Popular

To Top