કોલકાત્તા : ભારત-શ્રીલંકા (India V Srilanka) વનડે સિરીઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં (Eden Gardens) રમાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને 216 રનનો ટાર્ગેટ મળ્યો હતો. નેનો સ્કોરનો સામનો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને (Team India) પહેલો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા કરુણારત્નેની બોલિંગમાં 17 રને આઉટ થયા હતા. તો શુભમન ગિલ 12 બોલમાં 21 રન કરીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ 4 રને આઉટ થયા હતા. શ્રેયસ અય્યર 28 રને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાની 4 વિકેટ પડી ગઈ હતી આમ સલામી બલ્લેબાજો એક પછી એક પેવેલિયન ભેગા થઇ ગયા હતા.
મિડલ ઓડર્રના પ્લેયરોએ ટીમ ઇન્ડિયાની બાજી સાંભળી લીધી હતી
જોકે ફટાફટ વિકેટ પતન થયા પછી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે અત્યારે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે હાર્દિક પંડ્યાને ચમિકા કરુણારત્નેએ આઉટ કર્યો હતો. હાર્દિક 36 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા હતા.અને આમ ટીમ ઇન્ડિયા જીતની એકદમ નજીક પહોચી ગઈ હતી.અને આમ કે એલ રાહુલ છેક છેલ્લે સુધી ક્રિઝ ઉપર ટકી રહ્યો હતો.અને ટીમ ઇન્ડિયાને બીજી વનડે મેચ માં જીત આપવી હતી.
સૌથી વધુ કેએલ રાહુલ 64* રન કરી અણનમ રહ્યો
216 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટે પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલે શાનદાર એક છેડો સાચવી રાખીને 103 બોલમાં 64* રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 53 બોલમાં 36 રન કર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ ચમિકા કરુણારત્ને અને લાહિરુ કુમારાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે કસુન રજીથા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાના નામે કરી હતી. 3 મેચની વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે.
કુલદીપના તરખાટ સામે શ્રીલંકાના બેટ્સમેનો નિ:સહાય
કુલદીપના તરખાટ સામે શ્રીલંકાના બેટ્સમેનો નિ:સહાય જણાયા હતા. શ્રીલંકાની આખી ટીમ માત્ર 215 રન બનાવી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આજની મેચમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી ડેબ્યુટન્ટ નિવાન્દુએ અર્ધસદી ફટકારી હતી. નિવાન્દુ સિવાય શ્રીલંકાના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં. ભારતને જીતવા માટે 216 રન બનાવવા પડશે.
શ્રીલંકાના બેટ્સમેનોએ ધીમી પણ સારી શરૂઆત કરી હતી
બીજી વન ડે મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ અગાઉ પહેલી વન ડે મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાની ભૂલ શ્રીલંકાને ભારે પડી હતી. આજે તે ભૂલ શ્રીલંકાના કેપ્ટને દોહરાવી નહોતી. પહેલી બેટિંગ કરતા શ્રીલંકાના બેટ્સમેનોએ ધીમી પણ સારી શરૂઆત કરી હતી. શ્રીલંકા તરફથી ડેબ્યુ કરનાર નુવાનિદુ ફર્નાન્ડોએ અર્ધસદી ફટકારી હતી. તે 50 રન બનાવી રન આઉટ થયો હતો.
દાસુન સનાકાને પણ કુલદીપે સસ્તામાં આઉટ કર્યો
નુવાનિદુના આઉટ થયા બાદ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પીન સામે શ્રીંલકાના બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા હતા. લાંબા સમય બાદ ચહલના સ્થાને વન ડે ટુર્નામેન્ટમાં સ્થાન પામેલા કુલદીપ યાદવે એક બાદ એક 3 વિકેટ ઝડપી હતી. પાછલી મેચમાં સદી ફટકારનાર શ્રીલંકાના કેપ્ટન દાસુન સનાકાને પણ કુલદીપે સસ્તામાં આઉટ કર્યો હતો. કુલદીપ ઉપરાંત મોહમ્મદ સિરાજે 3, ઉમરાન મલિકે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીને એકેય સફળતા મળી નહોતી.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે એક ફેરફાર કર્યો હતો. સ્પીનર યુઝવેન્દ્ર ચહલને ખભામાં ઈજા પહોંચતા તેની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી હતી. શ્રીલંકાની ટીમે પણ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા હતા. ઓપનર પથુમ નિસાંકાની જગ્યાએ નુવાનિદુ ફર્નાન્ડો અને દિલશાન મદુશંકાની જગ્યાએ લાહીરુ કુમારાને રમાડવામાં આવ્યા હતા.