National

આંધ્રપ્રદેશમાં 19 જાન્યુઆરીના રોજ લીલી ઝંડી મળનારી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (Andhrapradesh) વિશાખાપટ્ટનમાં કાંચરાપલેમ પાસે વંદેભારત ટ્રેન (Vandebharat Train) ઉપર પથ્થરમારો થયો છે. આ ધટના પછી ટ્રેનના કાચ તૂટી ગયા છે. જાણકારી મળી આવી છે કે આ ટ્રેનને પીએમ (PM) મોદી 19 જાન્યુઆરી 2023ના રોજ લીલી ઝંડી બતાવવાના હતાં. આ ધટના ત્યારે ધટી જયારે ટ્રેનનું મેન્ટેન્નસ કામ ચાલી રહ્યું હતું. આ જાણકારી ડીઆરએમે આપી હતી.

  • આ અગાઉ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ પશ્ચિમ બંગાળામં વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો થયો હતો
  • આ ટ્રેનને પીએમ મોદી 19 જાન્યુઆરી 2023ના રોજ લીલી ઝંડી બતાવવાના હતાં
  • જયારે ટ્રેનનું મેન્ટેન્નસ કામ ચાલી રહ્યું હતું ત્યારે જ આ ધટના ધટી હતી

જણાવી દઈએ કે આ અગાઉ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ પશ્ચિમ બંગાળામં વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો થયો હતો. આ ધટનામાં હાવડા ન્યૂ જલપાઈગુડી વંદે ભારત એકસ્પ્રેસના બે ડબ્બાની બારીઓના કાચને નુકશાન થયું હતું. આ પથ્થરમારાના મામલામાં બિહાર પોલીસે કિશનગંજથી ત્રણ કિશોરોને પકડયા હતાં. આ ધરકપડ વીડિયો ફૂટેજની તપાસના આધારે કરવામાં આવી છે. પોલીસે જાણકારી આપતા કહ્યું કે આ મામલામાં પોટિયા પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આવતા નિમલગામમાં રહેતા ચાર છોકરાઓની ઓળખ કરવામાં આવી હતી. તેઓની ઉંમર લગભગ 14 વર્ષ જાણવા મળ્યું છે. આ કેસમાં પોલીસે 3 કિશોરોની ધરપકડ કરીને તેઓને ન્યાય બોર્ડની સમકક્ષ પેશ કર્યા હતાં. જયારે ચોથા યુવકની તપાસ કરવામાં આવી રહી છે.

સેમી-હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચેથી પસાર થાય છે આ સાથે તે બિહારમાંથી પણ પસાર થાય છે. બિહારને અડીને આવેલા કટિહાર જિલ્લાના બારસોઈ ખાતે આ ટ્રેનનું સ્ટોપેજ છે. હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાનું વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 1 જાન્યુઆરીથી તેની સેવાઓ શરૂ થઈ હતી.

Most Popular

To Top