વલસાડ: વલસાડમાં (Valsad) એક ગુડ્ઝ ટ્રેનના (Goods Train) ડબ્બા (Coach) પાટ (Track) પરથી ઉતરી જવાની ઘટના બની હતી. ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું. અધિકારીઓ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનાને કારણે પેસેન્જર ટ્રેનોને 5થી 7 મિનિટનો ફરક પડ્યો હતો. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજી સુધી સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર બુધવારે 11 જાન્યુઆરીના રોજ વલસાડ નજીક ડુંગરી રેલવે સ્ટેશન ખાતેથી માલગાડી ટ્રેન અમદાવાદ તરફ જઈ રહી હતી. ત્યારે વલસાડ નજીક ડુંગરીના સ્ટેશન પાસે પહોંચી ગુડ્ઝ ટ્રેનના વ્હીલ પાટા પરથી ઉતરી પડ્યા હતા. ગુડ્ઝ ટ્રેનનો 17 નંબરનો કોચ ટ્રેક પરથી ઉતરી પડતા ટ્રેન આગળ વધી શકી ન હતી. વ્હીલ પાટ પરથી ઉતર્યા ન હતા પણ આખા ફરી ગયા હતા. જેના પગલે ટ્રેન અટકી પડી હતી. જ્યારે ગુડ્ઝ ટ્રેનના ડ્રાઈવરે આ અંગે જાણકારી મળી હતી ત્યારે તાત્કાલિક પહોંચી ઘટનાનું નિરક્ષણ કર્યું હતું. તેમજ આ ઘટનાની જાણકારી રેલવે વિભાગને આપતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કોચની કામગીરી હાથ ધરાય
વલસાડના ડુંગરી નજીક ગુડ્ઝ ટ્રેનના ડબ્બા ઉતરી જતા પેસેન્જર ટ્રેન પર અસર પડી હતી. વલસાડ રેલવે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ડુંગરી સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ રેલવે વિભાગે ટ્રેનના વ્હીલ પાટે ચઢાવવા ટીમ કામે લાગી હતી. રેલવેની કામગીરી બાદ પણ બપોર સુધી ડબ્બો ફરીથી પાટે ચઢી શક્યો ન હતો.
પેસેન્જર ટ્રેનને પડી અસર
મળતી માહિતી અનુસાર ડુંગરી સ્ટેશન પર ઘટના સર્જાય હતી. જો કે આ ઘટના મેન લાઈન પર સર્જાય ન હતી જેના કારણે પેસેન્જરો ટ્રેનો પર અસપ પડી ન હતી. રેલવે વિભાગ અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફ તેમજ મિકેનિકલ સ્ટાફના કામદારો દુર્ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તાત્કાલિક ક્ષતિગ્રસ્ત થયેલા કોચને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ ઘટનાથી સાઇડ ટ્રેક પર ટ્રેન ડી રેઇલ થતાં અન્ય ટ્રેનોને કોઇ મોટો ફેર પડ્યો ન હતો. એકલ દોકલ ટ્રેન 5 થી 7 મિનિટ મોડી ચાલી હતી.