Gujarat

જીએસટીના 65 પેઢી પર દરોડા: 97 કરોડની ટેક્સ ક્રેડિટનું કૌભાંડ

ગાંધીનગર: રાજયમાં જીએસટીના (GST) ઈન્ટેલિજન્સ તંત્રના અધિકારીઓની ટીમે 65 જેટલી વેપારી પેઢીઓ (Trading Firm) પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.જે પૈકી તેમાંથી 51 જેટલી વેપારીઓ પેઢીઓ નકલી નીકળી (Fake Firm) છે. આ નકલી વેપારી પેઢીઓ દ્વારા જુદા જુદા વેપારીઓને 577 કરોડના નકલી બિલો આપવા સાથે તેઓને 97 કરોડની ટેકસ ક્રેડિટ ટ્રાન્સફર કરી દીધી છે. હવે સોફટવેરની મદદ વડે ખોટી રીતે ટેકસ ક્રેડિટ મેળવી લેનાર વેપારીઓને ઓળખી કાઢી તેઓની ધરપકડ સાથે વસૂલાત પણ હાથ ધરાશે.

દરોડાની કાર્યવાહીમાં 51 પેઢીઓ નકલી માલુમ પડી
7મી જાન્યુ.થી બોગસ બિલીગ કૌભાડ શોધી કાઢવા માટે 65 વેપારી પેઢીઓ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે પૈકી 51 પેઢીઓ નકલી માલુમ પડી હતી. જેમાં અમદાવાદની 29, વડોદરાની 6, સુરતની 25 તથા રાજકોટની 5 એમ કિલ મળીને 65 વેપારી પેઢીઓ સામે તપાસ હાથ ધરાઈ હતી. 23પેઢીઓના દસ્તાવેજો નકલીમાલુમ પડયા હતા. ખાસતો ત્રણ નકલી પેઢીના સંચાલકો નાસી છૂટયા હતા. તેઓને ઝડપી લેવાની તજવીજ ચાલી રહી છે. બોગસ વેપારી પેઢીઓ દ્વારા 577 કરોડના નકલી બિલ ઈસ્યુ કરાયા છે. જેના આધારે 97 કરોડની ટેકસ ક્રેડિટ ટ્રાન્સફર કરી દેવાઈ છે. જીએસટીની ટીમ હવે સોફટવેરની મદદ વડે 97 કરોડની ટેકસ ક્રેડિટ મેળવી લેમનાર વેપારીઓને અલગ ઓળખવાની કયાવત શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં સતત દરોડાની કાર્યવાહી ચાલી રહી છે
અમદાવાદ: સ્ટેટ જીએસટી તંત્ર દ્વારા અમદાવાદમાં સતત દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં સોમવારે અમદાવાદમાં વધુ 6 નકલી વેપારી પેઢીઓ મળી આવી છે. આ પેઢીમાં રૂદ્રા ટ્રેડ લિન્ક, સપના એન્ટરપ્રાઈઝ, સાવલિયા કોર્પોરેશન, વાસવાણી મેટલ્સ, અમન ટ્રેડિંગ સોહમ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 23 વેપારી પેઢીઓ સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે પૈકી 22 પેઢી બોગસ પેઢીઓ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Most Popular

To Top