દિલ્હી: (Delhi) દિલ્હીમાં કંઝાવલા કેસમાં મૃતક અંજલિના (Anjali) ઘરમાં અજાણ્યા ચોરોએ (Theft) તોડફોડ કરી હતી અને ટીવી સહિત અન્ય ચીજવસ્તુઓ લઈ ગયા હતા. ચોરીના (Thief) આ કેસમાં પોલીસ હજુ સુધી કોઈ વિગતો આપી શકી નથી પરંતુ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેઓએ સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે અંજલિના પરિવારના સભ્યોને તેમના ઘરમાં ચોરીની જાણ કરી હતી. ઘરના તાળા તૂટેલા હતા અને ઘણી વસ્તુઓ ગાયબ હતી. ઘટનાની જાણકારી મળતા અમન વિહાર પોલીસ સ્ટેશનના (Police Station) અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
રાત્રે અંજલિના ઘરે કોઈ નહોતું. એક પાડોશીએ જોયું કે ઘરની બહારનો બલ્બ બંધ હતો અને ઘરનો દરવાજો ખુલ્લો હતો. આ અંગે પાડોશીએ અંજલિના પરિવારજનોને ચોરીની ઘટના અંગે જાણ કરી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર દિલ્હીના કાંઝાવાલા કેસમાં કરણ વિહારમાં અંજલિના ઘરે કથિત રીતે ચોરીની ઘટના બની છે. રાત્રે અંજલિના ઘરે કોઈ નહોતું. એક પાડોશીએ જોયું કે ઘરની બહારનો બલ્બ બંધ હતો અને ઘરનો દરવાજો ખુલ્લો હતો. આ અંગે પાડોશીએ અંજલિના પરિવારજનોને ચોરીની ઘટના અંગે જાણ કરી હતી. સંબંધીઓએ જણાવ્યું કે પડોશીઓએ ચોરીની વાત કહી હતી. ઘરમાંથી વસ્તુઓ ગાયબ છે. પરિજનોએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે આઠ દિવસથી પોલીસ બધે હતી પણ ગઈ કાલે કેમ ન હતી?
ચોરીની ઘટના મામલે અંજલિના સંબંધી અનુએ જણાવ્યું હતું કે પડોશીઓએ તેમને ચોરી વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમને આ ચોરી પાછળ નિધિનો હાથ હોવાની શંકા છે. પકડાઈ જવાના ડરથી નિધિ તેનો સામાન અમારા ઘરમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે. અંજલિના પરિવારજનો પોલીસ સામે પણ આંગળી ચીંધી રહ્યા છે. 1 જાન્યુઆરીના રોજ અંજલિ અને નિધિ રોહિણીની એક હોટલમાં પાર્ટી કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેની મારુતિ બલેનો કાર સાથે ટક્કર થઈ હતી. નિધિને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ અંજલિને કારની નીચે કેટલાય કિલોમીટર સુધી ઘસડાઈ હતી.
અગાઉ પોલીસે કલમ 164 CRPC હેઠળ નિધિનું નિવેદન નોંધ્યું હતું અને ઘટનાના એક સાક્ષીને રજૂ કર્યો હતો. પોલીસે સાત આરોપી આશુતોષ, અંકુશ ખન્ના, દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના, મિથુન અને મનોજ મિત્તલની ધરપકડ કરી હતી. અંકુશને તાજેતરમાં કોર્ટે જામીન આપ્યા હતા. બીજી તરફ કંઝાવલા હિટ એન્ડ રન કેસની પ્રત્યક્ષદર્શી નિધિ અનેક સવાલોના ઘેરામાં છે. આ ઘટના દરમિયાન તેણીને સામાન્ય ઈજાઓ થઈ હતી પરંતુ નિધિ જેણે પોતાને અંજલિની કથિત મિત્ર ગણાવી હતી તેણે પોલીસ અને તેના પરિવારને જાણ કરી ન હતી. અકસ્માત બાદ તે પોતાના ઘરે આવી ગઈ હતી. નિધિ અગાઉ આગ્રામાંથી ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂકી છે. નિધિ ભૂતકાળમાં પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે.