નવી દિલ્હી: ફ્લાઈટમાં (Flight) હંગામાના કિસ્સાઓ અટકવાના નામ નથી લઈ રહ્યા. હવે ઈન્ડિગો ફ્લાઈટમાં (Indigo Flight) મુસાફરોએ હંગામો કર્યો હોય તેવો એક વિવાદ સામે આવ્યો છે. મુસાફરોએ (passengers) દારૂના નશામાં હંગામો મચાવવાનો આરોપ લગાવ્યો છે. જે ઈન્ડિગોની ફ્લાઈટમાં આ ઘટના બની તે દિલ્હીથી (Delhi) પટના (Patana) આવી રહી હતી. એરપોર્ટ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
એરપોર્ટ પર તૈનાત એસએચઓ રોબર્ટ પીટરે નશામાં ધૂત મુસાફરોની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બંને ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-6383માં સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી એરપોર્ટ પરથી 3 મુસાફરો નશાની હાલતમાં ઉતર્યા હતા. જ્યારે પ્લેન ટેકઓફ થયું ત્યાર બાદ તેઓએ એર હોસ્ટેસ અને પાયલટ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ફ્લાઈટ લગભગ 9 વાગ્યે પટનામાં લેન્ડ થઈ હતી. આરોપીઓને CISFને સોંપવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પટના પોલીસને સોંપવામાં આવ્યા હતા. આરોપીઓના નામ રોહિત કુમાર અને નીતિન જણાવવામાં આવી રહ્યા છે.
જો કે ઈન્ડિગો સાથે સંકળાયેલા સૂત્રએ ફ્લાઈટમાં હંગામાની વાતને નકારી કાઢી છે. કંપનીના જણાવ્યા અનુસાર પેસેન્જર્સ પોતાની સાથે દારૂ લઈને જઈ રહ્યા હતા અને ફ્લાઈટમાં પણ દારૂ પી રહ્યા હતા. તેણે ફ્લાઇટમાં હંગામો કર્યો ન હતો. ક્રૂ દ્વારા ચેતવણી આપ્યા બાદ તેણે દારૂ પીવાનું બંધ કરી દીધું હતું. ફ્લાઇટ એરપોર્ટ પર પહોંચ્યા પછી, ક્રૂએ પ્રોટોકોલ મુજબ સુરક્ષા અને એટીસીને મામલાની જાણ કરી હતી. બિહારમાં શરાબ પર પ્રતિબંધના કારણે આરોપીઓની ધરપકડની વાત કહેવામાં આવી રહી છે. આ ઘટનામાં સામેલ એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં 5 જાન્યુઆરીએ ગોવા-મુંબઈ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો હતો. ક્રૂ મેમ્બર સાથે બે વિદેશી નાગરિકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બંનેને ગોવામાં જ (ટેક ઓફ કરતા પહેલા) ઉતારી દેવામાં આવ્યા હતા અને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા. એરલાઈને આ મામલે DGCAને જાણ કરી હતી.
આવી જ ઘટના 26 નવેમ્બરે પણ બની હતી
આ પહેલા ગયા વર્ષે 26 નવેમ્બર 2022ના રોજ ફ્લાઈટમાં ગેરવર્તનનો મામલો સામે આવ્યો હતો. મહિલા ન્યૂયોર્કથી દિલ્હીની ફ્લાઈટ AI 102માં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહી હતી. આરોપ છે કે લંચ પછી લાઇટ બંધ હતી, જ્યારે આરોપી શંકર મિશ્રા વૃદ્ધ મહિલાની સીટ પાસે આવ્યો અને તેના પર પેશાબ કર્યો હતો.
બંને પક્ષો વચ્ચેના વોટ્સએપ મેસેજના આધારે આરોપીના વકીલે દાવો કર્યો હતો કે મહિલાના કપડા અને બેગ 30 નવેમ્બરના રોજ સાફ કરીને ડિલિવરી કરવામાં આવી હતી. આરોપીના કહેવા પ્રમાણે, મહિલાએ શંકરને માફ કરી દીધો હતો અને તેની સામે કોઈ ફરિયાદ નહીં કરવાની ખાતરી આપી હતી. પરંતુ બાદમાં આ મામલો ગરમાયો હતો.
કંપની નોકરી પરથી કાઢી મૂક્યો
આરોપી પક્ષના કહેવા પ્રમાણે, આ કેસમાં કોઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી નથી અને અફવાને આધારે આરોપો લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે અમેરિકન કંપનીમાં આરોપી વાઇસ પ્રેસિડેન્ટ જેવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતો હતો, તે કંપનીએ પણ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.