Vadodara

માંજલપુરમાં કિશોરની લાશ મળી: હત્યાનો આક્ષેપ

વડોદરા: માંજલપુરની સુબોધનગર સોસાયટીમાં એક મકાનમાંથી 15 વર્ષીય સગીર બાળકનો કૂતરાના પટ્ટા વડે બાંધેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં એરેરાટી ફેલાઇ ગઇ છે. જવા પામી છે. જોકે પોલીસ હાલમાં એડી દાખલ કરીને મૃતદેહને પીએમ મોકલી આપ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ બાળક સાથે બનેલી સાચી હકીકત બહાર આવે તેમ છે. પરિવારજનોએ કિશોરની હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કર્યો છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં ફાટક પાસે એવાલી સુબોધનગર સોસાયટીમાં માતાજી ભગતનુ મકાન આવેલું છે. આ મકાનની દેખભાળ દિપીકાબેન શાહ રાખી રહ્યા છે. અવાર નવાર ભગતના માણસો તેમના આ મકાનમાં આવન જાવન કરતા હોય છે. કલાલી ફાટક પાસે રહેતો 15 વર્ષીય સગીર બાળક વિપુલ વાઘરી પોતાના માતા સાથે કામ કરવા માટે આવતા હતા. જેમાં તેમને 10 હજાર પગાર આપવામાં આવતો હતો. 4 ડિસેમ્બરે સવારે માતા અને બે ભાઇ સુબોધનગરના મકાન પર કામ કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ બપોરના સમયે નાના પુત્ર સહિત બ્ંને ભાઇએ ઘર જતા રહ્યા હતા. પરંતુ ઘર સાચવતા બહેને કમ્પાઉન્ડમાં વિપુલની સાઇકલ પડેલી હતી.

જેથી તેઓ ઘરમાં ચેક કરવા જતા એક રૂમમાં વિપુલનો મૃતદેહના ગળામાં કૂતરાના બાંધી પંખા પર લટકેલો હતો. જેથી મહિલાએ બાળકની માતાને બોલાવી હતી. જેથી માતા પોતાના લાકડવાયા પુત્રને મૃતદેહ લકટેલો જોતો તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાળકના મોતને પગલે માતા પરીવારજનોએ આક્રંદ મચાવ્યો હતો. માંજલપુર પોલીસના જાણ થતા સ્થાનિક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો. પોલીસે લટકેલા સગીરના મૃતદેહને નીચે ઉતારી પીએમ કરવા માટે મોકલી આપ્યો હતો. બાળકનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાશે તેવી સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલમાં માજલપુરો પોલીસને એડી દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માર મારીને વિપુલની લાશ લટકાવી દીધી હોવાનો સ્થાનિક અને માતા સહિતના પરિવારજનોનો આક્ષેપ
સુબોધનગરના એક મકાનમાં બપોરના સમયે એક 15 વર્ષીય બાળક વિપુલની કૂતરાના પટ્ટા વડે બાંધીને પંખે લટકાવી દીધેલી લાશ મળી આવી હતી. ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા. જેમાં તેમના સગા સંબંધી અને સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ બાળકને માર મારીને લટકાવી દીધો છે. રૂપિયાના માગણી લઇને ખટરાગ સર્જાતા ઘટના બની હોવાની વાત સ્થાનિકો જણાવી રહ્યા છે.

મકાન માલિક દ્વારા આપેલા રૂપિયા બાબતે દબાણ કરવામાં આવતું હોવાની ચર્ચા
તેમના સંબંધી સહિત પાડોશીઓમાંથી મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મકાન માલિકે તેમને રૂ 40 હજાર આપ્યા હતા. તેનું વ્યાજ સાથે વધારીને ઘણી મોટી રકમ કરી નાખી હતી. જેનું ચૂકવણુ કરવા માટે તેમને ઘરમાં કામ માટે રાખ્યા હતા. મકાન માલિક દ્વારા રૂપિયા બાબતે માતા-પુત્ર દબાણ લાવવામાં આવતું હોવાની વિગતો પણ સપાટી પર આવી છે.

ઘર અને માતા-પિતાની પરિસ્થિતિ જોઇને વિપુલ ભણવાના સમયે કામ કરવાનુ શરૂ કર્યું
કલાલી ફાટક પાસે રહેતા વિપુલના મકાનમાં પિતા કેન્સરની જીવલેણ બીમારીથી પીડાઇ રહ્યા છે. તેમના ઘરના પરિસ્થિત સારી નથી. જેથી તેણે ભણવાની ઉમરમાં કામ કરવાનું શરૂ દીધુ હતું. વિપુલ ઘણો સમજદાર હતો ઘર માતા અને પિતાની પરિસ્થિ જોઇને કામ કરવા લાગ્યો હતો. મકાન લખાવી લેતાં વિપુલનો પરિવાર ભાડે રહેવા માટે મજબુર બન્યું હતું. તેમના મકાન માલીકને કામ કરીને રૂપિયા ચુકવી દેવા ખાતરી આપી હતી.

વિપુલ માર મારતા હોવાથી કામ પર ન જવાનું કહેતો હતો
સ્થાનિકોમાં મળતી માહિતી મુજબ વિપુલ કોઇના સંબંધી વિશ્વામિત્રી રોડ પર ચણિયા ચોળીનો પથારો ચલાવે છે. થોડા દિવસો પહેલા આ વિપુલ ત્યાં ગયો હતો. ત્યારે આ મકાન માલિકાના કોઇ સંબંધીએ તેને સ્થળ પર માર માર્યો હતો. જેથી અવાર નવાર સગીર કામ માટે ન જવાનું માતાને કહેતો હતો.

Most Popular

To Top