Vadodara

કાળમુખા ચાઈનીઝ દોરાએ વધુ એકનો ભોગ લીધો : પરિવારમાં શોક

વડોદરા: વડોદરા શહેર મા ચાઈનીઝ દોરા થી આજે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. થોડા દિવસો પહેલા એક હોકી પ્લેયર યુવાનનું ચાઈનીઝ ના દોરા થી મોત થયું હતું ત્યાં આજે આ કાળમુખા ચાઈનીઝ દોરાએ વધુ એક યુવાનનો ભોગ લઈ લેતા સંસ્કારી નગરી ના ખાસ કરી ને વાહન ચાલકો મા ભારે ભય ની લાગણી વ્યાપી ગઈ છે લોકો ના જીવ લેતો આ જીવલેણ દોરા પ્રતિબંધીત હોવા છતાં શહેરમા છાને ખૂણે તેમજ જાહેર મા ચાઈનીઝ દોરા નું વેચાણ થતુ હોય છે. આવા દોરા ખૂબજ ઘાતક હોવા છતાં સરકારી બાબુઓ હાથ પર હાથ જોડીને બેસી રહેતા હોય છે.

હવે જયારે શહેર ના બે હોનહાર યુવકો ના મોત થયા છે ત્યારે સમગ્ર વડોદરા મા દોરા વેંચતા વેપારીઓ ને ત્યાં તપાસ થશે કે કેમ કે પછી હજુ વધુનો ભોગ લેવાય તેની રાહ જોઈ ને તંત્ર બેસી રહેશે. દર વર્ષે ચાઈનીઝ દોરા થી કોઈ ને કોઈ નો ભોગ લેવાય છે. ત્યારે એકાદ બે દિવસ તપાસ થાય છે અને ફરી દોરાનુ વેચાણ યથાવત શરૂ થઈ જતું હોય છે નગરજનો તંત્ર ને વિનંતી કરી રહીયાઁ છે કે હવે કોઈ ના લાડકવાયા નો જીવ જાય તે પહેલા તંત્રએ તાબડતોબ પગલા ભરવાની જરૂર છે.
પતંગની દોરીથી ગળું કપાઈ જતા મહેશભાઈ ઠાકુરનું મોત થયું હતું. ઉત્તરાયણ નજીક આવતા પતંગની દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. બે દિવસ પહેલા જ પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત થયું હતું, ત્યારે આજે વધુ એક બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે.

વડોદરા પાસે રણોલીમાં આવેલી શોભા પાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મહેશભાઈ ભગવત પ્રસાદ ઠાકુર સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટર ચલાવે છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે તેમના માણસોને લેવા મુકવા માટે સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે ગળાના ભાગે પતંગના દોરાથી તેમને ગંભીર ઇજા થતાં 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહેશ ઠાકુરને તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. આ બનાવની થતા પરિવાર જનો હોસપટલ દોડી આવ્યા હતા અને પરિવાર શોકમગ્ન થઈ ગયો છે અને હોસ્પિટલમાં પરિવારમાં જનો એ કાળા માથાનો માનવી ધ્રુજી ઉઠે તેવું આક્રંદ કરતા હાજર સૌ કોઈ ની પાંપણો ભીની થઈ હતી મૃતક મહેશભાઈ પરિણીત હતા અને તેમને એક પુત્ર પણ છે. મહેશભાઈના મૃત્યુની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top