સુરત: (Surat) સુરતમાં 19 નવેમ્બરના રોજ નવજાત બાળકને (New Born Baby) બ્રિજ (Bridge) પર તરછોડી દેવાના કિસ્સામાં હૃદય હચમચાવી નાંખે તેવું કારણ બહાર આવ્યું છે. બે દિવસ પહેલા તેઓ મજૂરી કરવા માટે પાલનપુર ગામ (Village) ખાતે દેખાતા બાતમીદાર દ્વારા બાતમી આપવામાં આવતા આ દંપતિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાળકને શા માટે તરછોડ્યું તે કારણ જાણી કોઈની પણ આંખમાં આંસુ આવી જાય તેવી પરિસ્થિત સર્જાઈ હતી.
- નવજાત બાળકને બ્રિજ પર તરછોડી દેવાના કિસ્સામાં હૃદય હચમચાવી નાંખે તેવું કારણ બહાર આવ્યું
- દંપતિ પાલનપુર ગામ ખાતે દેખાતા બાતમીદાર દ્વારા બાતમી આપવામાં આવતા આ દંપતિની ધરપકડ કરવામાં આવી
25 દિવસના બાળકને અડાજણ બ્રિજ પર મૂકીને ભાગી જનાર દંપતિ છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ્યા તરસ્યા હોવાને કારણે બાળકને બ્રિજ પર છોડી દીધો હતો. બાળકનુ ભરણપોષણ તેઓ માટે શકય નહી હોવાને કારણે અન્ય કોઇ વ્યક્તિ આ બાળકને સાચવી લેશે તે આશાએ આ બાળકને તરછોડી દીધુ હોવાની કરૂણાંતિકા સામે આવી છે.
પોલીસ પણ દંપતિની વાત સાંભળીને સ્તબધ થઇ ગઇ હતી. મુંબઇમાં પણ રોજી નહી મળતા આ દંપતિ ફરીથી સુરત આવતા પકડાયા હતા. દંપતિએ પોલીસને જણાવ્યુકે તેઓ પોલીસને થાપ આપવા માટે વલસાડ અને મુંબઇ પહોંચી ગયા હતા. આ બે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં મળી આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન મુંબઇમાં કોઇ કામ નહી મળતા આ દંપતિ ફરીથી પાલનપુર વિસ્તારમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇ તા. 19 નવેમ્બરના રોજ આ બાળકને તરછોડી દેવામાં આવતા અડાજણ પોલીસ દ્વારા બાળકનો કબ્જો લેવામાં આવ્યો હતો.
બે દિવસ પહેલા તેઓ મજૂરી કરવા માટે પાલનપુર ગામ ખાતે દેખાતા બાતમીદાર દ્વારા બાતમી આપવામાં આવતા આ દંપતિની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન હાલમાં સિવીલ હોસ્પ્ટલનો સ્ટાફ આ બાળકની સંભાળ કરી રહ્યો છે. ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યુંકે બાળક હાલમાં તંદુરસ્ત છે અને તેના માતા પિતાને બાળક જોઇએ છે કે નહી તે પૂછવામાં આવશે. હાલમાં દંપતિની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અડાજણ પોલીસની ટીમ દ્વારા 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ દંપતિ સુરત આવતા તે પકડાઇ ગયુ હોવાની વિગત જાણવા મળી છે.