Gujarat

ભારતમાં ઓમિક્રોનનાં વધુ એક ખતરનાક વેરિયન્ટની એન્ટ્રી, આ રાજ્યમાં મળ્યો પ્રથમ કેસ

નવી દીલ્હી: ભારત (India) ઓમિક્રોન (Omicron) નાં નવા સબ વેરિયન્ટ XBB.1.5ની એન્ટ્રી થઇ ગઈ છે. અમેરિકા (America) માં કોરોનાનું આ નવું વેરિયન્ટ મળ્યું છે, જે અન્ય વેરિયન્ટની સરખામણીમાં ખૂબ જ ખતરનાક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રકારનો પહેલો કેસ ગુજરાત (Gujarat) માં જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, XBB.1.5 ને ન્યૂયોર્કમાં કોવિડ કેસ માટે જવાબદાર માનવામાં આવે છે. ત્યાંના મોટાભાગના કોરોના દર્દીઓ આ નવા પ્રકારથી સંક્રમિત છે.

ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો
ચીન સહિત ઘણા દેશોમાં જોવા મળતા વેરિયન્ટ BF.7ના કેસ ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ એક્સબીબીના વધુ કેસો સામે આવી રહ્યા છે. ભારતમાં, હાલમાં ગુજરાત અને ઓડિશામાં BF.7 કેસો મળી આવ્યા છે. Omicron પરિવારના તમામ પ્રકારોમાં XBB પ્રકાર સૌથી ખતરનાક છે. તે BA.2.10.1 અને BA.2.75 નું બનેલું છે. હવે આમાંથી XBB.1 અને XBB.1.5નું પરિવર્તન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ વેરિઅન્ટ ભારત સહિત 34 દેશોમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં BF.7થી પીડિત કોરોના દર્દીના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ બાદ Omicron ના XBB.1.5 વેરિયન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગનો ખુલાસો
ગુજરાતમાં નોંધાયેલા XBB.1.5 વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાવવા મામલે આરોગ્ય વિભાગે ખુલાસો કર્યો હતો. ગુજરાત ફેમિલી વેલ્ફેરના એડિશનલ ડાયરેક્ટરનાં જણાવ્યા મુજબ, આ એક રુટિન ઓમિક્રોન વેરિયન્ટ છે. 75.1% કેસમાં XBB કેસ જ આવે છે. છેલ્લા એક મહિનામાં જેટલા કેસ થયા છે તેમાંથી 75 ટકા કેસ એટલે કે 222 જેટલા કેસ XBB વેરિયન્ટના જ છે.

આ દેશોમાંથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
તમને જણાવી દઈએ કે ચીન સહિત ઘણા દેશોમાં મોટી સંખ્યામાં કોવિડ કેસ સામે આવી રહ્યા છે ત્યારે સરકારે દેખરેખ વધારી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મનસુખ માંડવિયાએ ગુરુવારે ટ્વીટ કર્યું કે 1 જાન્યુઆરી, 2023 થી, ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર પરીક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘યાત્રા પહેલા તેઓએ તેમનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.’

નવા વર્ષની ઉજવણી પર સરકારની નજર
નવા વર્ષની ઉજવણી પહેલા સરકારે રોગચાળા પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અત્યાર સુધી પ્રતિબંધો લાદ્યા નથી, પરંતુ તેઓએ લોકોને કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવા વિનંતી કરી છે. આ અઠવાડિયે, દેશભરની હોસ્પિટલોએ COVID-19 સંબંધિત કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમની તૈયારીની ખાતરી કરવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી.

Most Popular

To Top