Dakshin Gujarat

‘મારા પિતાને કેમ તું કહી કેમ બોલાવે છે?’ કહી કઠોદરામાં રત્ન કલાકારને માર મરાયો

કામરેજ: મૂળ અમરેલીના ધમિલ ગામના વતની અને હાલ કામરેજના (Kamraj) કઠોદરા ગામે આવેલી એચ.આર.પી. રેસિડન્સીમાં ફ્લેટ નં.બી-2 503માં સંજય ભીખા ગૌદાણી રહે છે. તેઓ રત્નકલાકાર તરીકે કામ કરે છે. ત્રણ દિવસ અગાઉ રાત્રિના 9 કલાકે એપાર્ટમેન્ટની નીચે બેસવા માટે ગયા હતા. ત્યારે બાજુના એપાર્ટમેન્ટમાં ફલેટ નં.બી-1 102માં રહેતા બાબુભાઈ આસોદરિયાનો પુત્ર રવિ આવી મારા પિતાજીને (Father)કેમ તું કારે બોલાવો છો તેમ કહેતાં સાથે બેસેલા જયસુખભાઈ, હર્ષદભાઈએ જણાવ્યું તારા પિતાજીની અમારી ઉંમરના છે, જેથી તું કારે બોલાવી શકીએ છીએ. બાદ રવિ જતો રહ્યો હતો. બુધવારે રાત્રિના 8.30 કલાકે એપાર્ટમેન્ટની પાછળની સાઈડમાં સાઈ આંગન સાઈડ પર ચા પીવા માટે જયસુખભાઈ, હર્ષદભાઈ સાથે સંજય ગયો હતો ત્યારે રવિ અને તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સાથે આવીને સંજયને મારા પિતાને કેમ તું કારે બોલાવે છે તેમ કહીને મારવા લાગ્યા હતા. જે અંગે કામરેજ પોલીસ (Police) મથકમાં રવિ સામે ફરિયાદ નોંધાઈ હતી.

તેનમાં પાઇપ લાઇન તૂટી જતાં પાણીનો કકળાટ
બારડોલી: બારડોલીના તેન ગામે સરકારની હર ઘર નલ અને નલ સે જલ યોજનાના ધજાગરા ઊડી રહ્યા છે. ગામમાં પીવાના પાણીની મોટી સમસ્યાને લઈ ગ્રામજનો પરેશાન છે. કેટલાક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, તો કેટલાક વિસ્તારમાં પૂરતા દબાણથી પાણી મળતું ન હોવાથી ગ્રામજનોની હાલત કફોડી થઈ ગઈ છે. અનેક રજૂઆતો છતાં ગ્રામ પંચાયત દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. તેન ગામના નવા હળપતિવાસમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપ લાઇન તૂટી ગયા બાદ મોટો ભૂવો પડી ગયો છે.

પરંતુ સાફસફાઇને અભાવે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે
જેને કારણે પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થઈને રસ્તા પર વહી રહ્યું છે. રસ્તા પર જ મોટો ખાડો હોય મોટા અકસ્માતની પણ સંભાવના સેવાઇ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆત છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી ગંદું પાણી પણ પાઇપમાં ભળી જવાની સંભાવના સેવાઇ રહી છે. જેનાથી રોગચાળો ફેલાવવાની પણ શક્યતા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. પૂરતું પાણી મળી રહે એ માટે ફળિયામાં હેન્ડપંપ પણ મૂકવામાં આવ્યો છે. પરંતુ સાફસફાઇને અભાવે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગામના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી હોવાથી ગંદકીને કારણે બાળકોમાં ઝાડા-ઊલટીની બીમારી પણ થોડા દિવસ પૂર્વે ફેલાઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. એટલું જ નહીં ખોદવામાં આવેલા ખાડામાં પડી જવાથી એક બાળકના પગમાં ઇજા પણ થઈ હતી.

Most Popular

To Top