નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની (Rishabh Pant) કારને (car) અકસ્માત (Accident) નડ્યો છે. શુક્રવારે વહેલી સવારે રૂરકી પરત ફરતી વખતે રૂરકીના ગુરુકુલ નરસાન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે.
જણાવી દઈએ કે 25 વર્ષીય ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંતને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યા છે.
પગ અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી
રિષભ પંત સાથે કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. ડૉક્ટરે જણાવ્યું છે કે પંતને પગમાં ગંભીર ઈજા થઈ છે. શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઘા છે. હાલ તેઓની તપાસ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે કાર અકસ્માત બાદ ત્યાંના લોકોએ 108ની મદદથી ઋષભ પંતને રૂરકી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. પહેલાથી જ અનફિટ ચાલી રહેલા પંતને BCCI દ્વારા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
અકસ્માતના સીસીટીવી આવ્યા સામે
શુક્રવારે વહેલી સવારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતને અકસ્માત નડ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે રિષભની કાર પૂરઝડપે આવી રહી હતી અને બેકાબૂ થઈ રેલિંગ સાથે અથડાઈ હતી. કાર રેલિંગ સાથે અથડાતાંની એક જ સેકન્ડ બાદ કારમાં આગ લાગી ગઈ હતી. આ દરમિયાન ઋષભ બારી તોડી કારની બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોને તેની મદદ કરી હતી. સ્થાનિકો લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઋષભ પંતની મદદ કરી હતી. તેમણે એક ધાબડો ઓઢાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યા આસપાસ હાજર અન્ય વ્યક્તિ એક કપડાંથી તેનું લોહી સાફ કરી રહ્યો હતો. સ્થાનિકોએ 108ની મદદથી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.
શ્રીલંકા શ્રેણી માટે પંતની પસંદગી કરવામાં આવી નથી
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં જ શ્રીલંકા સામે ઘરઆંગણે આગામી શ્રેણી રમવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI શ્રેણી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઋષભ પંતને આ બંને શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ તેને બાકાત રાખવાનું કોઈ કારણ જણાવ્યું નથી, પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઋષભ પંત વાસ્તવમાં ઈજાગ્રસ્ત છે. આ જ કારણ છે કે તેને કોઈપણ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી.
કહેવામાં આવી રહ્યું છે કે રિષભ પંતના પગના ઘૂંટણમાં ઈજા છે. આ જ કારણ છે કે પંતને સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે મોકલવામાં આવી રહ્યો છે. રિહેબ બાદ પંત કેટલા સમય સુધી સ્વસ્થ થઈ શકશે તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. પંતે તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી રમી હતી.
રિષભ પંતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
33 ટેસ્ટ રમી – 2271 રન બનાવ્યા – 5 સદી ફટકારી
30 ODI રમી – 865 રન બનાવ્યા – 1 સદી ફટકારી
66 T20 ઇન્ટરનેશનલ રમ્યા – 987 રન બનાવ્યા – 3 ફિફ્ટી ફટકારી