Vadodara

કોર્પોરેશન હસ્તકની ઇમારતોમાં ઇલેક્ટ્રીફીેકેશન નિભાવણી ઇજારો આપશે

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની બિલ્ડીંગોમાં નવીન ઈલેક્ટ્રીફીકેશન તથા નિભાવણી કરવા માટે રૂપિયા એક કરોડની મર્યાદામાં વાર્ષિક ઈજારો કરવાના કામે લોએસ્ટ ઇજારદારનું યુનિટ રેટનું ખાતાના અંદાજ કરતા 2.7 ટકા વધુનો ભાવ પત્ર મંજૂરી અર્થે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની વિવિધ ઈમારતો વોર્ડ ઓફિસ, સ્મશાન ગૃહો, ઝોનલ ઓફિસ, ફાયર સ્ટેશન , ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, પ્રવાસી ગૃહ ,અતિથિગૃહો ,અર્બન હેલ્થ સેન્ટરો, આંગણવાડીઓ, સ્વીમીંગ પુલો તથા અન્ય ઓફિસ બિલ્ડીંગોમાં નવીન ઇલેક્ટ્રીફિકેશન તથા નિભાવણી કરવા માટે રૂપિયા એક કરોડની મર્યાદામાં વાર્ષિક ઈજારો કરવાના કામે યુનિટ રેટના પર્સન્ટેજ રેટ મુજબના ભાવપત્રો મંગાવતા કુલ ચાર ઈજારદારોના ભાવપત્રો આવેલ છે.

પ્રથમ પ્રિ ક્વોલિફિકેશન બીડ ખોલતા ચારેય ઇજારદારો કોલીફાય થતા તેઓની પ્રાઈઝ બીડ ખોલાઈ હતી. આ કામે સૌથી ઓછા ભાવના ઈજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતા તેઓએ તેમના ભરેલ ભાવમાં 0.856 ટકાનો ઘટાડો કરી આપ્યો હતો. ખાતાના અંદાજ કરતા 0 2,7 ટકા વધુથી કામગીરી કરવા સંમતિ આપી હતી.જે એકંદરે વ્યાજબી જણાય છે.ટેન્ડર સ્ક્રુટીની કમિટીમાં ભાવપત્રને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવા ભલામણ કરી છે.ભાવપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

Most Popular

To Top