નવી દિલ્હીઃ દેશમાં હાલ કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ચાલી રહી છે. રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં કોંગ્રેસ 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા શરૂ કરી છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટ (T Shirt) પહેરેલા જોવા મળે છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી (Cold) હોવા છતાં, રાહુલ ગાંધીની ટી-શર્ટની તસવીરો માત્ર લાઈમલાઈટમાં નથી, પરંતુ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. બધાને માત્ર એક જ સવાલ છે કે આટલી ઠંડીમાં રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટ પહેરીને કેવી રીતે જોવા મળે છે. શું રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી? જ્યારે રાહુલ ગાંધીને તેમની ટી-શર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મજાકિયા જવાબ આપ્યો હતો.
કોંગ્રેસ આજે તેનો સ્થાપના દિવસ ( Congress Foundation Day) ઉજવી રહી છે. વિપક્ષી પાર્ટી ભાજપ પણ સવાલ કરી રહી છે કે રાહુલ જણાવે કે તેઓ શું લે છે જેથી તેમને ઠંડી ન લાગે. સ્થાપના દિવસ નિમિત્તે રાહુલ ગાંધી ટી-શર્ટમાં જ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીને ટી-શર્ટ વિશે પૂછવામાં આવ્યું હતું કે આજે પણ તમે ટી-શર્ટમાં છો? જેના જવાબમાં રાહુલ ગાંધીઅ કહ્યું કે, ‘ટી-શર્ટ ચાલી રહી છે અને જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચલાવીશ.’
સલમાન ખુર્શીદે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે તેમના રામ નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે ‘રાહુલ ગાંધી રામ નથી પરંતુ તેઓ ભગવાન રામના બતાવેલા માર્ગ પર ચાલી શકે છે. તેઓ (ભાજપ) કહી રહ્યા છે કે તમને તે રસ્તે ચાલવાનો અધિકાર નથી. અમને વાંધો છે કારણ કે તેઓ (ભાજપ) રામને બદલે રાવણના માર્ગે ચાલી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અગાઉ મુરાદાબાદમાં ખુર્શીદે કહ્યું હતું કે, ‘તે (રાહુલ ગાંધી) અલૌકિક છે. અમે ઠંડી અનુભવી રહ્યા છે અને ઠંડીથી બચવા માટે જેકેટ પહેરીને યાત્રામાં જોડાયે છે અને રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટમાં (ભારત જોડો પ્રવાસ માટે) નીકળ્યા છે. તે યોગીની જેમ તપ કરી રહ્યા છે. ભગવાન રામના માર્ગ પર ચાલનાર દૂર દૂર સુધી જાય છે.
ભાજપે ખુર્શીદના નિવેદન પર નિશાન સાધ્યું હતું
નિવેદન બાદ બીજેપી નેતા દુષ્યંત ગૌતમે ખુર્શીદને ઘેર્યા હતા. દુષ્યંત ગૌતમે કહ્યું, ‘જો તે (રાહુલ ગાંધી) રામનો અવતાર છે તો રામની સેના પણ તેમની સાથે છે. આ સેના કપડાં ઉતારીને કેમ ફરતી નથી? તેઓએ પણ તેમની જેમ કપડાં ઉતારીને ફરવું જોઈએ.
દુષ્યંત ગૌતમે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પણ તેમની સેનાને જણાવવું જોઈએ કે તેઓ શું લે છે. કેમ કોંગ્રેસીઓના આટલા કપડા ખરાબ કરાવી રહ્યા છો? તેઓએ પણ રાહુલ ગાંધીની જેમ ફરવું જોઈએ. મતલબ કે કોંગ્રેસને પ્રસાદ લેવાની ટેવ છે પણ બીજાને વહેંચવાની નથી. તેઓ પોતે શોષણ કરે છે અને મિલકત પચાવી પાડવાનું કામ કરે છે. બધા કોંગ્રેસીઓએ કપડા વગર ફરવું જોઈએ, જેમ રામની સેના ફરતી હતી.
ભારત જોડો યાત્રાએ હાલ બ્રેક લીધો છે
ભારત જોડો યાત્રા હાલમાં 9 દિવસના વિરામ પર છે. આ યાત્રા 3 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશથી શરૂ થશે અને ત્રણ જિલ્લાઓને આવરી લેશે. આ યાત્રા 3 જાન્યુઆરીએ ગાઝિયાબાદના લોનીથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 4 જાન્યુઆરીએ બાગપત જિલ્લાના માવી કલાન પહોંચશે. 4 જાન્યુઆરીએ જ ભારત જોડો યાત્રા બાગપતના જ બાગપત, સિસણા, સરૂરપુર, બારોટ પહોંચશે. યુપીમાં 5 જાન્યુઆરી સુધી ભારત જોડો યાત્રા ચાલુ રહેશે. 5 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા આલમથી શામલી પ્રવેશશે. આ યાત્રા યુપીમાં શામલીના કાંધલા, ઉંચગાંવ અને કૈરાના સુધી રહેશે. શામલીના કૈરાના બાદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે. એટલે કે યુપીમાં રાહુલ ગાંધીની પદયાત્રા ત્રણ દિવસમાં ત્રણ જિલ્લામાંથી પસાર થશે.