Charchapatra

રૂઠે હુએ સનમ કો, કબસે મના રહા હું

ગુજરાતભરના નામી ભજનિકો, ગાયકો, સંતો અને સાહિત્યવિદોના હૃદયમાં જેમણે ભકિતની ઊંડી છાપ છોડીને ખુદાને પ્યારા થયેલ ભકતકવિ સંત સત્તારશાહ રચિત ગઝલમાંથી ઉપરોકત શબ્દો આવિર્ભાવ પામ્યા છે. તેમનાં પદો, ભજનો, ગઝલો અને કવ્વાલીઓ મોટા મોટા સંત ડાયરાઓમાં ગુજરી રહે છે. શબ્દો ભલે દ્વિઅર્થી લાગે, તેમ છતાં સત્તાર બાપુનો હૃદયનો પોકાર માત્રને માત્ર પરવરદિગાર સંદર્ભે છે. સંત ચરણરજના નાતે જીવનમાં કયાંય ઊણપ કચાશ રહી જતી હોય, વિનય વિવેકમાં કશું ચૂકી જવાતું હોય તો ખુદાને ખેલદિલીથી આંતરનો પોકાર થકી બધું દરગુજર કરવા સત્તાર બાપુ આજીજી કરે છે- પ્રિયપાત્રના નાતે!!
કાકડવા (ઉમરપાડા)        – કનોજભાઇ વસાવા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચિત્તભ્રમણા
પેરા એન્ડ મેડિકલ સાયન્સના  એક અભ્યાસ મુજબ આપણી આજુબાજુ ઘણા વ્યક્તિઓ  ચિત્તભ્રમણા ધરાવતા જોવા મળે છે ! હવે ચિત્તભ્રમણા છે શું !?  ચિત્તભ્રમણા અથવા ડિલીરીયમ (તીવ્ર ગૂંચવણભરી સ્થિતિ) ઘણું સામાન્ય સ્થિતિમાં જોવા મળતું અને ગંભીર ન્યૂરોસાઈકિયાટ્રિક લક્ષણ છે જેમાં તીવ્ર આવેશ, સતત બદલાતી માનસિક સ્થિતિ અને બેધ્યાનપણું તેમજ વ્યવહારમાં સામાન્ય રીતે ગંભીર ગરબડ જોવા મળે છે. તેમાં સામાન્યપણે અન્ય જ્ઞાનાત્મક ઘટાડો, સજાગ્રતતામાં ફેરફાર (અતિસક્રિયતા, અલ્પસક્રિયતા અથવા બંને મિશ્રિત), સમજણશક્તિમાં ઘટાડો, ઊંઘવા-જાગવાના ચક્રમાં ફેરફાર અને દુઃસ્વપ્નો તેમજ ભ્રમના રૂપમાં અન્ય માનસિક વિશેષતાઓનો પણ સમાવેશ થાય છે.

સામાન્યપણે મગજની બહારની બાજુ ’ બીમારીઓની પ્રક્રિયા જેવી કે ઈન્ફેક્શન (સંક્રમણ)ના સામાન્ય રૂપો (યુટીઆઈ (UTI), ન્યૂમોનિયા) અથવા દવાની અસરો, ખાસ કરીને એન્ટિકોલિનેર્ગિક અથવા અન્ય સીએનએસ (CNS) દર્દ શામકો (બેન્ઝોડિયાઝાપેનેસ અને ઓપિયોડ્સ)ના કારણે તે થાય છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં થતી કોઈ પણ પ્રાથમિક બીમારી પણ તેના માટે પરોક્ષ રીતે કારણભૂત બની શકે છે. આભાસ અને ભ્રમણા કેટલીક વખત હોવા છતાં રોગના નિદાનમાં તેને ધ્યાને લેવા જરૂરી નથી અને ચિત્તભ્રમણા  લક્ષણો તબીબી રીતે મનોવિકૃત કે ભ્રામોત્પાદક દવાઓ લેનાર લોકો (પાગલ વ્યક્તિના અપવાદ સાથે)નાં લક્ષણોથી અલગ હોય છે.

સામાન્યપણે એકાગ્રતામાં વિકાર તરીકે ગણવામાં આવવા છતાં, તેનાથી અન્ય પાયાની જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ પણ વિક્ષેપિત થાય છે. ખાસ કરીને કાર્યરત યાદશક્તિ અને પરોક્ષ રીતે કાર્યકારી કાર્યો (વર્તનનું આયોજન અને સંગઠન)નાં તમામ પાસાંઓ અસર કરે છે. સામાન્યપણે તેને ફેરવી શકાય તેવી સ્થિતિ તરીકે જોવામાં આવવા છતાં, અલ્ઝાઈમરની બીમારીને કારણે દર્દીમાં ચિત્તભ્રમણા આવે છે, જેના કારણે તેમનામાં જ્ઞાનાત્મક ક્ષયની વૃદ્ધિ જોવા મળે છે, જે સૂચવે છે કે વયસ્કોમાં ગૂંચવાડાભરી માનસિક સ્થિતિ વધતી રોકવા માટે અથવા ઘટાડવા માટેના પ્રયત્નોને ખૂબ જ પ્રાથમિકતા આપવી જોઈએ. કમનસીબે ગૂંચવણભરી સ્થિતિ (ચિત્તભ્રમણા)નાં સંખ્યાબંધ ઉદાહરણો ચિકિત્સક પ્રેરિત (દવાઓ અથવા હોસ્પિટલ જનિત પેથોજેન્સ/બેક્ટેરિયા અથવા સર્જરી કે એનેસ્થેસિયાના કારણે) હોય છે.ખેર, આ બાબતે જાણીતા અને માનીતા મનોચિકિત્સકો વધુ હકીકત અને વિગત બહાર પાડે તો વાચકો અને ચાહકોને જાણકારીની સાથે  આનંદ પણ થશે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top