વડોદરા: સંસ્કારી નગરીના શાસકો વડોદરાને સ્માર્ટ સીટી બનાવી, શહેરને ગંદકી મુક્ત કરવાની દોડધામ કરી મૂકી છે શહેર ને કચરા મુક્ત કરવાની લ્હાય મા 250 જેટલાં કચરા કેન્દ્ર હટાવી લેવામાં આવ્યા છે પરંતુ શહેર ને કચરા મુક્ત કરવાનું સ્વપ્ન કદાચ અધૂરું રહી જાય તેમ જણાઈ આવે છે. કારણ કે જો શહેર ને કચરા મુક્ત કરવું હોય તો સફાઈ કામદારો મા સૌથી વધુ સફાઈ કરવાની જરૂર છે. હાલ જે સફાઈ કામદારો કામ કરે છે. આ સફાઈ કામદારો, સુપરવાઈઝરો, અને પાલિકા ના સરકારી બાબુઓ ની સાઠગાંઠ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. સુરત ને સ્વચ્છ બનાવનાર કમિશનર ની નિમણુંક વડોદરા મા થઇ છે ત્યારે વડોદરા ના નગરજનો મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની પર મીટ માંડી ને બેઠા છે કે ક્યારે વડોદરા સ્વચ્છ અને સુંદર બનશે.
30 થી 40 ટકા એવા સફાઈ કામદારો છે. જે મહાનગર પાલિકા માંથી તગડા પગાર મેળવે છે. અને નવાઈ ની વાત એ છે કે આવા સફાઈ કામદારો એ છેલ્લા 20 વર્ષ થી સફાઈ જ કરી નથી. જેઓ રોડ પર ભાગ્યેજ જોવા મળે છે. તેના બદલે ડમી સફાઈ કામદારો જ સફાઈ કરતા જોવા મળે છે. આ બાબતે વર્ષો થી કોઈ સવાલ ઉઠાવતું નથી. કેટલાક સુપરવાઈઝરો પોતાના કર્મચારી કે ડભી નો ભેદ જાણતા જ નથી. અને જે જાણે છે તેમને દર મહિને આવા અસલી સફાઈ કામદારો બેથી ત્રણ હજાર નો હપ્તો ચૂકવી ને છટકી જતા હોય છે.
કેટલાક જાણકારો નું કહેવું છે કે અસલી ડમી સફાઈ કામદારો ને ઓળખવા ડ્રેસ કોડ જરૂરી છે સુપરવાઈઝર થી માંડીને સફાઈ વિભાગમા અલગ અલગ ડ્રેસ ને ફરજીયાત બનાવવા મા આવે તો કદાચ આ દુષણ દૂર થઇ શકે નકલી સફાઈ કામદારો હાજરી પણ અસલી સફાઈ કામદાર ના નામે પુરવતા હોય છે ધારો કે અસલી કામદાર નો પગાર 35,000 હજાર હોય તો આ કામદાર અન્ય નકલી કામદારને પાંચ હજાર મા ભાડે રાખે છે.
અસલી નકલીને ડ્રેસ કોડ જરૂરી
વડોદરા મહાનગર પાલિકામા સફાઈ કામદારો મામલે મસમોટુ કૌભાંડ ચાલતું હોવાનું કહેવાય છે તગડો પગાર મેળવતા અસલી કામદારો અન્ય ડમી કામદાર ને નજીવું વેતન આપી ને તેમની પાસે જ સફાઈ કરાવતા હોવાનું કહેવાય છે. કેટલાક સુપરવાઈઝરો અને અધિકારીઓ ની પણ ભૂંડી ભૂમિકા ની ચર્ચા છે. અસલી નકલી કામદારો ના આ સમગ્ર રેકેટ મા માસિક હપ્તા ની ગોઠવણ હોવાનું કહેવાય છે. જાગૃત નાગરિકો નું કહેવું છે કે વડોદરા પાલિકા મા આ દુષણ દૂર કરવામાં આવે તો શહેર ની સફાઈ યોગ્ય રીતે થશે કારણ કે ભાડુતી સફાઈ કામદારો માત્ર બે કલાક જ કામ કરે છે અને બપોરે માત્ર હાજરી પુરાવી ઘર ભેગા થઇ જતા હોય છે. સફાઈ વિભાગ ના તમામ કર્મચારીઓ ને ડ્રેસ કોડ આપવામાં આવે તો અસલી ડમીનો ભેદ સામે આવી શકે. શહેરના મધ્ય વિસ્તારના એક સ્થાનીકે જણાવ્યું હતુ કે, સફાઈ કામદારો ફક્ત સવારમાં જ દેખાય છે પછી કોઈ દેખાતું નથી.