ફિલ્મજગતમાં એવી અભિનેત્રીઓ બહુ ઓછી આવતી હોય છે, જે મહત્ત્વાકાંક્ષી હોવા સાથે જ સજજ હોય ને સાહસી હોય. કંગનામાં આ બધું ભરપટ્ટે છે. એટલે અન્ય અભિનેત્રીથી જુદી પડે છે. ઇંદિરા ગાંધીએ આ દેશમાં ઇમરજન્સી લાદી હતી અને કંગના હમણાં ઇમરજન્સી ક્રિયેટ કરવામાં બિઝી છે. ‘ઇમરજન્સી’ કંગનાના નિર્માણ – દિગ્દર્શન અને અભિનયમાં બનનારી ફિલ્મ છે. હમણાં જ તેનું આસામ શેડયુલ પૂરું થયું. બહુ ઓછી અભિનેત્રીઓમાં રાજકીય સભાનતા હોય છે. જયલલિતાનું પાત્ર ભજવી ચૂકેલી કંગના હવે ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. આમ છતાં આ કોઇ જીવનચરિત્રાત્મક ફિલ્મ નથી બલ્કે કટોકટી સમયની ઇંદિરાજીને રજૂ કરે છે. આ ફિલ્મ આવતા વર્ષે રજૂ થવાની છે. રજૂ થશે એટલે કોંગ્રેસવાળા ઉહાપોહ કરશે એ પણ નકકી છે. પણ ‘મણિકર્ણિકા’ માં ઝાંસીની રાણીનું પાત્ર ભજવી ચૂકેલી કંગના દરેક પડકાર માટે તૈયાર છે. કંગના પોતાની ખાસ જગ્યા બનાવી છે એટલે અમુક જ પ્રકારની ફિલ્મો માટે તૈયાર થાય છે. હમણાં તેને રજનીકાંત અભિનીત ‘ચન્દ્રમુખી’ ની સિકવલ મળી છે. આ ફિલ્મમાં તેની સાથે તમિલ અભિનેતા રાઘવ લોરેન્સ કામ કરશે. આવતા મહિનાથી તેનું શૂટિંગ પણ શરૂ થઇ જશે. ૨૦૦૫ માં જયારે ‘ચન્દ્રમુખી’ બની હતી ત્યારે જબરદસ્ત સફળ રહી હતી. •
હવે તો પોલિટિક્સ જ કંગનાની કિસ્મત
By
Posted on