Comments

વિરોધ પક્ષને ચીનની શું જરૂર પડી?!

ચીનાઓએ અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોને માર્યા છે અને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યા છે એવી રાહુલ ગાંધીની ટકોરે સંસદમાં વિરોધ પક્ષની ઝુંબેશ ટોચ પર આવી છે અને તેનું કારણ તવાંગની અથડામણ છે. રાહુલની ટકોર કોંગ્રેસને ભીંસમાં લેવા માટે ભારતીય જનતા પક્ષને મુદ્દો આપી શકે પણ તે એવું જ બતાવે છે વિરોધ પક્ષ ચીન સાથેની સરહદી તંગદિલી જેવા મુદ્દાઓને મોદીની એક મજબૂત નેતા તરીકેની છાપ ખરડવાના હથિયાર તરીકે વાપરતા હોય.
બાલાકોટ હુમલા પછી કોંગ્રેસને જે સમજ પડી છે તે પાકિસ્તાન સાથે જૈસે થે ની સ્થિતિનો હંમેશાં ભારતીય જનતા પક્ષને ફાયદો છે પણ ચીન સાથેની અથડામણ મોદીને તનાવપૂર્ણ સ્થિતિમાં રાખે છે.

ચીન પાકિસ્તાન કરતાં વધુ બળવાન હરીફ લાગે છે જેના પરત્વે સરકાર કે ભારતીય જનતા પક્ષ પરિણામ વગર ઘર આંગણેનો ટેકો પ્રાપ્ત ન કરી શકે. તેથી જ રાહુલ એવું પણ કહી શકે કે મોદી અને તેમની સરકાર ચીન યુદ્ધની તૈયારી કરતું હતું ત્યારે ‘ઊંઘતા’ હતા. હકીકતમાં ગલવાન ખીણની ઘટના પછી અરુણાચલ પ્રદેશમાં મોદી કે તેમની સરકાર ‘ઊંઘતી’ હોય એવું વિરોધ પક્ષનો કોઇ નેતા માને નહીં. આખરે તો ૨૦ ભારતીય સૈનિકો મરી ગયા હતા. ત્યાર પછી એ શિયાળામાં ભારતનો આક્રમક અભિગમ દર્શાવવા જંગી લશ્કરી જમાવટ કરવામાં આવી છે.

આમ છતાં રાહુલ ગાંધી કે કોંગ્રેસ અરુણાચલ પ્રદેશના મોઝેસે સેકટરમાં ખરેખરી અંકુશ રેખા ઓળંગવાના ચીની સૈનિકોના પ્રયાસોએ પૂરી પાડેલી તક જતી કરી શકતા નથી. વિરોધ પક્ષના ઘણા નેતાઓ એ પણ જાણે છે કે ગલવાન વેલીના કિસ્સાની જેમ સરકાર યુદ્ધની તૈયારીની સામેના પક્ષની ગેરસમજ નહીં સર્જાય તે માટે લશ્કરી જમાવટની વિગતો જાહેર નહીં કરી શકે. એ અથડામણમાં ચીનને પણ માનવીય ખુવારી સહેલી પડી છે. તેને પણ મામલો ભડકાવવો નથી.

બહુ – બહુ તો સરકાર વિરોધ પક્ષના તમામ નેતાઓ અને સંસદસભ્યોને આ બાબતમાં માહિતી આપી શકે જે તેણે ગલવાન ઘટના પછી કર્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર ગયા વખતની જેમ સત્તાવાર માહિતી આપી શકે પણ વિરોધ પક્ષોને તો વિગતો જાણવામાં નહીં પણ સંસદમાં મોદીને હથોડા મારવામાં રસ છે.
સરકારને કફોડી હાલતમાં મૂકવામાં જ તેમની મતદાર સેવા થતી હોય એમ લાગે છે. જી-20 ની શિખર પરિષદને ભારતમાં સફળ બનાવવાના પ્રયાસોમાં વિરોધ પક્ષ ફાચર મારવા માંગે છે.

૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી પહેલાં કામગીરીમાં ભારતીય જનતા પક્ષને કોઇ રાજકીય લાભ નહીં મળે તે માટેના પ્રયત્નો આ રીતે જ કરી શકે છે. મોદી જી-20 શિખર પરિષદને તમામ ક્ષેત્રોમાં ભારતની મૃદુ સત્તા બતાવવા માંગે છે. પણ જી-20 ના પ્રમુખપદને ભારતે સંભાળ્યું તેના પ્રતીક રૂપે મોદીએ કમળના ચિહ્નનું અનાવરણ કર્યું. તે વાત પણ તેમને પચતી નથી. તેઓ કહે છે કે આ કમળ ભારતીય જનતા પક્ષના ચૂંટણી ચિહ્નને મળતું આવે છે અને ૨૦૨૩ ના વર્ષમાં તેનો રાજકીય ઉપયોગ થશે એવો તે લોકો દાવો કરે છે.

ચીન પણ કદાચ જાણે છે કે તેના કોઇ સૈનિક સાહસ કરે અને મોદી તેનો રાજકીય લાભ લે અને બાકીનું વિપક્ષ સંભાળી લેશે.
તા. ૯મી ડિસેમ્બરે સૈનિકો જે સામસામે આવી ગયા તે પહેલી વારનું નથી. આવું બનતું જ આવ્યું છે પણ મોદી સરકારે ભારતીય સૈનિકો પોતાની ક્ષમતા જાળવી રાખે તેની કાળજી રાખી જ છે અને તેની શસ્ત્ર સરંજામ ક્ષમતા વધારી છે તેમજ હવાઇ દળનો ટેકો પણ સુનિશ્ચિત કર્યો છે અને રસ્તા સહિતની સુવિધા વધારી છે.

પૂર્વ લડાખમાં ભારત અને ચીનના સૈનિકોએ – ૨૦૨૦ થી બાંય ચડાવીને ઊભા છે. અને તેનો પૂરેપૂરો નિવેડો હજી હાથવગો નથી ભલે બંને પક્ષો તનાવ નિવારવા માટે પ્રયત્ન કરતા હોય. મડાગાંઠ ઉકેલવાની સહેલી નથી. ભારત કેટલાક ઉદ્યોગો માટે મહત્ત્વની આયાત ચીનમાંથી રોકી શકે તેમ નથી. ૨૦૦૧-૨ માં ભારત ચીનમાંથી બે અબજ ડોલરનો માલ આયાત કરતું હતું તે ૨૦૨૧-૨૨ માં ૯૪.૫૭ અબજ ડોલર પર પહોંચ્યું છે. પણ નિકાસ ૧ અબજ ડોલરથી ૨૧ અબજ ડોલરની સપાટીએ મંથર ગતિએ પહોંચી છે. ચીન સાથેની વેપાર ખાધ ૨૦૦૧-૦૨ ના ૧ અબજ ડોલરથી વધી ૭૩ અબજ ડોલર પર પહોંચી છે.

વિરોધ પક્ષ કહે છે કે શિક્ષાત્મક પગલાં તરીકે ભારત ચીનમાંથી આયાત કેમ બંધ નથી કરતું પણ કઇ સરકાર આવું પગલું લઇ પોતાના ઉદ્યોગોને નુકસાન કરે? ભારત ચીન પાસેથી ઇલેકટ્રીકલ મશીનરી અને સરંજામ, સાઉન્ડ રેકોર્ડર અને ટેલિવિઝન રેકોર્ડર અને સાધનો, બોઇલરો, ઓર્ગેનિક કેમિકલ, પ્લાસ્ટિક અને તેના સાધનો વગેરે ખરીદે છે. ચીનમાંથી પર્સનલ કમ્પ્યુટરો, લેપટોપ, પામ ટોપ વગેરે જેવી મૂલ્યવાન જણસો ભારતમાં આવી હતી જેની ૨૦૨૧-૨૨ માં કિંમત ૫.૩૪ અબજ ડોલર થતી હતી. મોનોલિથિક ઇન્ટી ગ્રેટેડસર્કિટો ૪ અબજ ડોલરની, લિથિયમ બેટરી ૧.૧ અબજ ડોલરની સોલર સેલ ૩ અબજ ડોલરના અને યુરિયાની કિંમત ૧.૪ અબજ ડોલરની હતી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top