National

એઈડ્ઝના દર્દીઓ માટે સારા સમાચાર: અમેરિકામાં આ દવાઓનું ટેસ્ટીંગ થયું સફળ

નવી દિલ્હી : દુનિયા ભરમાં એચઆઈવી (HIV) અને એઈડ્ઝના (AIDS) દર્દીઓ માટે આ મોટા સમાચાર છે. વિશ્વમાં અત્યાર સુધી લાઈલાજ ગણાતી આ બીમારી હવે સંપૂર્ણ ઠીક (Totally okay) થઇ જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અમેરિકાએ (America) હ્યુમન ઇન્મ્યુંનીટી ડેફીસીએનસી સિન્ડ્રોમ વાયરસના પ્રભવોને ખતમ કરી દેતી એક નવા ઇન્જેકટેબલ દવાઓને મંજુરી આપી દીધી છે. વૈજ્ઞાનિકોએ ટ્રાયલ બાદ આ દવાને એચાઈવીના દર્દીઓ ઉપર 100 ટકા સફળ થઇ હોવાનો દાવો કર્યો છે. આ ટેસ્ટીંગ બાદ એચઆઈવીને કારણે થનારા હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (એઇડ્સ) નાબૂદી માટે પ્રથમ વખત આશા જાગી છે. આ સમાચાર આવતાની સાથે હવે વિશ્વને નવા વર્ષ પહેલા ઉજવણી કરવાનો હવે મોકો મળી ગયો છે.

ક્લિનિકલ ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ થયા હોવાનો દાવો કરાયો
આ દવા બનવવા માટે વૈજ્ઞાનિકો લાંબા સમયથી એચ આઈ વી એઈડ્ઝને રોકવા માટે તેના ઉપર કામ કરી રહ્યા હતા. આજથી એક વર્ષ આગાઉ યુએસએ એચઆયવીને રોકવા માટે નવી ઇન્જેક્ટેબલ દવાને મંજૂરી આપી હતી. જેની ક્લિનિકલ ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ જોવા મળી છે. હવે વૈજ્ઞાનિકોના મતે આ દવા લાંબા સમયથી કામ કરતી કેબોટેગ્રાવીર સાથે એચઆઈવીને રોકવામાં લગભગ 100 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તેને 20 ડિસેમ્બર 2021ના ​​રોજ યુએસમાં એચઆઈવી પ્રી-એક્સપોઝર પ્રોફીલેક્સિસ તરીકે ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે.

દવા HIV-AIDS ના 100 ટકા જોખમને દૂર કરવામાં સક્ષમ છે
કેનેડામાં એચ.આઈ.વી છેલ્લા કેટલાક દાયકાઓમાં નવા એચ.આઈ.વી સંક્રમણની સંખ્યામાં બહુ બદલાવ આવ્યો નથી અને કેનેડામાં hiv સાથે જીવતા લગભગ 13 ટકા લોકોનું નિદાન થયું નથી. આ વધુ hiv નિવારણ વ્યૂહરચનાઓ માટેની જરૂરિયાત દર્શાવે છે.

ક્લિનિકલ ટ્રાયલ્સ દર્શાવે છે કે ઇન્જેક્ટેબલ પ્રેઇપી વધુ અસરકારક છે
લાંબા સમય સુધી કામ કરવા વાળું આ ઇન્જેક્ટેબલ હાલ તો નવું છે.પણ અત્યારે  ઓરલ પી આર પી ગોળી જે લગભગ દૈનિક અથવા તો યૌન એટલે કે જાતીય ગતિવિધિની આસપાસ લેવામાં આવી રહી છે તેને અમેરિકાએ  2012માં  મંજૂરી આપી દીધી હતી. જયારે કેનેડાએ તેને 2016માં ઓરલ પીઆર્નેપીને મંજૂરી આપી હતી.જોકે ઓરલ પીઆર્પી જ્રેયારે સતત લેવામાં આવે ત્યારે એચઆઇવીનું જોખમ લગભગ 100 ટકા ઘટાડે છે. પરંતુ તેની સામે હાલમાં થયેલા ક્લિનિકલ ટ્રાયલ્સ દર્શાવે છે કે, ઇન્જેક્ટેબલ પી આર પી  વધુ અસરકારક અને કરગર નીવડી રહી છે.


																														

Most Popular

To Top