ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ રંગની સેલેરીયો કાર નં. જીજે 15 સીડી 8564 માં બીલીમોરા તરફથી વિદેશી દારૂ (Foreign Liquor) ભરી વાસણ ત્રણ રસ્તાથી નવસારી તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે ગણદેવી તાલુકાના વાસણ ગામે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી કાર (Car) આવતા ઉભી રાખવા તેને ઇશારો કરતા ચાલકે પોતાની કાર ઉભી નહી રાખી નવસારી તરફ પુરપાટ હંકારી ગયો હતો. અને અમલસાડ મંદિર થઈ યુ ટર્ન (U turn) મારી વાસણ ત્રણ રસ્તા થઈ બીલીમોરા અંબિકા પૂલ થઈ, ચીમોડિયા નાકા બ્રિજ વટાવી દેવસર, ભૈયા ટેકરી, ગણદેવી કસ્બા વાડી થઈ જલારામ મંદિર, નવસારી નાકા, અજરાઈ, ગડત, સોનવાડી પૂલ થઈ સાલેજ માયાતલાવડી નહેર પાસે કાર અથડાવી દીધી હતી. જેનો પોલીસે 22 કીમી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.
- ગણદેવી પોલીસે ફિલ્મી ઢબે 22 કીમી પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી
- પોલીસે કારમાંથી બહાર નીકળી ભાગી રહેલા ચાલક ઝડપી 2.51 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
કારમાંથી બહાર નીકળી ભાગી રહેલા કાર ચાલક મોઇઝ કરીમ મીઠાની (33 રહે. એસ-10 આઈ વિંગ એપા. ખોજા સોસાયટી ખારીવાડ, નાની દમણ)ને ઝડપી લીધો હતો. અને તલાશી લેતા રૂ.50,700 ની 66 બોટલ, રૂ.2 લાખની કાર, રૂ.500 નો મોબાઇલ મળી રૂ.2,51,200 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. માલ ભરી આપનાર સુરેશભાઇ મારવાડી (રહે.નાની દમણ)ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.
ચીખલીના ખુડવેલથી દારૂ ભરેલા ટેમ્પા સાથે દમણનો શખ્સ પકડાયો
ઘેજ : ચીખલી પોલીસે ખુડવેલ ગામેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે દમણના એક શખ્સની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે. બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરનો ટેમ્પો નં : જીજે-૧૫-એવી-૦૮૭૯ માં ઘાસચારના પુળેટીયાની આડમાં દારૂ ભરી ધરમપુર તરફથી કલીયારી ગામથી પસાર થનાર છે. જે બાતમીના આધારે ચીખલી પોલીસે કલીયારીથી ખુડવેલ તરફ જતા રોડ ઉપર ખુડવેલ ગ્રામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૨૨૦૮ કિં.રૂ.૧,૩૨,૪૮૦ સાથે ગોપાલ રામેશ્વર ભગત (રહે.દમણ આટિયા વાડ જી.વલસાડ) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર જયેશ પટેલ (રહે.વાપી ચલા ગામ તા.વાપી જી.વલસાડ) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર વિકિભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કરી ટેમ્પો, મોબાઈલ મળી કુલ રૂ. રૂ.૩,૩૨,૯૮૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ જે.બી.જાદવ કરી રહ્યા છે.