ભરૂચ: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) વર્લ્ડકપ (Worldcup) વિજેતા ખેલાડી અને ભરૂચના (Bharuch) ઇખર એક્સપ્રેસ (Ikhar Express) તરીકે જાણીતા મુનાફ પટેલને (Munaf Patel) લઇ એક વિવાદી (Controversy) અહેવાલ સામે આવ્યો છે. મુનાફ પટેલના 2 બેન્ક ખાતાં સીઝ કરી દેવામાં આવ્યાં છે. વિવાદ એવો છે કે જે કંપનીમાં મુનાફ પટેલ ડાયરેક્ટર હતા, તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત નથી કર્યા.
- ટીમ ઇન્ડિયાનો પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ વિવાદમાં આવી ગયો, જે કંપનીમાં ડાયરેક્ટર છે તેણે રોકાણકારોનાં નાણાં લઈ લીધાં
- મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડે વર્ષ-2017માં યુપી રેરામાં પોતાની યોજના નોંધાવી હતી
- કંપનીએ રોકાણકારોના પૈસા પરત ન કરતાં ક્રિકેટર મુનાફ પટેલ સામે ખટલો, બે ખાતાં સીઝ
ઉત્તર પ્રદેશ ભૂસંપદા વિનિયામક પ્રાધિકરણ (UP Rera) દ્વારા આપવામાં આવેલા વસૂલ પ્રમાણપત્ર (આરસી)ના આધાર પર ગૌતમ બુદ્ધનગર જિલ્લા પ્રશાસને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તેમજ ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલનાં બે બેન્ક ખાતાં સીઝ કરી દેવામાં આવ્યાં છે, અને સીઝ કરીને 52 લાખ રૂપિયાની વસૂલાત કરી છે. મુનાફ પટેલ બિલ્ડર કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. યુપી રેરાએ મુનાફ પટેલની કંપની દ્વારા રોકાણકારોની રકમ પાછી ન આપવાના આરોપમાં આ કાર્યવાહી કરી છે.
જિલ્લા અધિકારી ગૌતમ બુદ્ધ નગર સુહાસ એલવાઇએ જણાવ્યું હતું કે, યુપી રેરાની આરસી પર જે બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, મુનાફ પટેલ પણ તે કંપનીમાં નિર્દેશક છે. વિવિધ સલાહ બાદ રાજસ્વ ટીમે બેન્ક ખાતા સીઝ કરી આરસીના પૈસા વસૂલ્યા છે અને બાકીની રકમની વસૂલીનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડીએમ, જિલ્લા અધિકારીએ બતાવ્યું કે, ગ્રેટર નોઇડા વેસ્ટ સેક્ટર 10માં નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત વનલીક ટ્રોય નામની એક પરિયોજના પર કામ થઇ રહ્યું છે. જેના ખરીદદારોએ પરિયોજના સમય પર પૂરી ન થવા પર યુપી રેરામાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધાર પર સુનાવણી બાદ યુપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ જાહેર કર્યો હતો. જે આદેશનું પણ પાલન ન કરવા પર યુપી રેરાએ બિલ્ડર સામે વસૂલી પ્રમાણપત્ર (આર.સી.) જાહેર કરી દીધી હતી.
જિલ્લા પ્રશાસનની પાસે બિલ્ડર વિરુદ્ધ 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી બાકી પડેલી છે. પરંતુ બિલ્ડરે પૈસા નથી આપ્યા. નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડે વર્ષ-2017માં યૂપી રેરામાં પરિયોજનાને પંજીકૃત કરાવી હતી, નક્કી સમયમાં કામ પૂરું ન થયું તો યુપી રેરાના બિલ્ડરને વધુ એક તક આપતાં વધારાનો સમય આપ્યો હતો. છતાં પણ કામ પૂરું ન થયું. આ વર્ષે પરિયોજનાનું રજિસ્ટ્રેશન પણ સમાપ્ત થઇ ગયું છે. ક્રિકેટર મુનાફ પટેલ આ બિલ્ડર કંપનીના નિર્દેશક હોય, તેમના નોઇડા અને ગુજરાતમાં એક્સિસ બેન્કની બે બ્રાન્ચોમાં બે ખાતાંને સીઝ કરીને રકમ વસૂલી કરવામાં આવી છે. બંને બેન્કમાંથી લગભગ 52 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.