Dakshin Gujarat

તારા પગલા પડ્યા ત્યારથી દશા બેઠી છે: કહી ભરૂચની પરિણીતાને ત્રાસ આપતા નોંધાઈ પોલીસ ફરિયાદ

ભરૂચ: ભરૂચના (Bharuch) નર્મદા માર્કેટની પાછળ આવેલી સોન તલાવડીમાં રહેતી 23 વર્ષીય પૂજા કિશોર સોલંકીને રૂંગટા સ્કૂલ પાછળ આવેલી નવલખા મિલની ચાલમાં રહેતા ધર્મેશ ગોવર્ધન રોહિત સાથે પ્રેમસંબંધ થતાં બને ગત વર્ષે લગ્નગ્રંથીએ જોડ્યા હતા. અને બન્નેના પાદરા ખાતે સમૂહલગ્નમાં લગ્ન થયા હતા. પરિણીતાને (Married) ત્રણ માસનો ગર્ભ હોવાથી તે પતિને કામ ધંધા અંગે કહેતાં તે ઝઘડો કરી મારઝૂડ કરી અને પિયર જવાની વાત કરે તો ઘરમાં પૂરી દેતો હતો. જ્યારે સાસુ પુત્રવધૂને તું આવી ત્યારથી મારા ઘરની દશા બેસી ગઈ હોવાના ટોળા મારી માનસિક ત્રાસ આપતી હતી. તો પતિ ધર્મેશ રોહિત પત્ની ગર્ભવતી હોવા છતાં મારામારી કરી શારીરિક ત્રાસ આપી હેરાનગતિ કરતાં મહિલાએ સાસુ અને પતિ વિરુદ્ધ મહિલા પોલીસમથક (Police) ખાતે ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાને તેનો પતિ અન્ય વ્યક્તિ સાથે જોઈ જતાં માર માર્યો
વ્યારા: વ્યારાના જૂના બસ સ્ટેન્ડ પાસે અંજલિ ચેમ્બર્સમાં રહેતી મહિલા અમિતાબેન માવચી અને ફિલીપભાઇ અન્ય બહેનો ભાડે મકાન રાખી સાથે રહેતા હોવાથી અમિતાબેનનો પતિ રાજેશ બાબલાભાઇ માવચી તેની પત્ની અમિતાબેન માવચી અને ફિલીપભાઇને સાથે જોઇ જતાં બંનેને ગાળો આપી બૂમ મારશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. રાજેશ માવચીએ પત્ની અમિતાને બે-ત્રણ થપ્પડ મારી દીધી હતી.

ગામની પંચાયત ભેગી કરી લખાણ કરી છોડી મૂક્યા હતા
બંને જણાને ગામમાં પંચાયતમાં લઇ જવા પડશે, તેમના ઘરનાઓને બોલાવવા પડશે તેવું કહી રાજેશ માવચીએ પોતાની સાથે લાવેલી ઇકો ગાડીમાં બંનેને બેસાડી પોતાના ગામ ખેખડા ખાતે લઇ ગયાં હતાં. બંનેને ધાકધમકી આપી, ગામની પંચાયત ભેગી કરી લખાણ કરી છોડી મૂક્યા હતા. આ મામલે રાજેશ માવચીની પત્નીએ પોતાના પતિ રાજેશ માવચી સહિત ચાર વિરુદ્ધ છૂટ્ટા હાથનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી બદલ વ્યારા પોલીસમથકે ગુનો નોંધાવ્યો હતો. અમિતાબેન માવચીની ફરિયાદને આધારે પોલીસે તેના પતિ રાજેશ બાબલાભાઇ માવચી (રહે., ખેખડા, ચર્ચ ફળિયું, નવાપુર, જિ. નંદુરબાર) સહિત અનિલ વિઠ્ઠલભાઇ ગામીત (રહે.,વાંઝા ફળિયું, ગોપાલપુરા, તા.સોનગઢ), રાજેશ અશ્વિનભાઇ ગામીત (રહે., કોહલી, તા.વ્યારા), આશિષ બાલુભાઇ ગામીત (રહે., ભરાડદા, તા.સોનગઢ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top