Vadodara

જરોદ ચોકડી નજીક કાર કન્ટેનરમાં ઘૂસી જતા બાળક સહિત 4ના મોત

વડોદરા: પાવાગઢ ખાતે મહાકાળીને દર્શન કરીને પરત આવતી કારને હાલોલ વડોદરા રોડ પર જરોદ ચોકડી પાસે અકસ્માન નડ્યો હતો.જેમાં રોડ પર ઉભેલા કન્ટેરની પાછળ કાર ધડાકાભેર ભટકાતા કારમાં સવાર 11 લોકો પૈકી 8 વર્ષના બાળક સહિત 4ના મોત નિપજ્યા હતા. જ્યારે 7માંથી 2 લોકો ગંભીર ઈજાઓ પહોંચતા એસએસજીમાં સારવાર માટે ખસેડ્યા હતા. જરોદ પોલીસે રોડ પર કન્ટેનર ઉભુ રાખનાર ડ્રાઇવરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનના રાજસમંદ જિલાલના સોપારી ખાતે રહેતો જમનાબેન રગાજીની કલાલ (ઉં.વ.60)પતિ સાતે 9 ડિસેમ્બરે વતનમાંથી વડોદરા ખાતે રહેતા તેમના દિકરાના પ્રકાશભાઇના ઘરે આવ્યા હતા.

ત્યાં તેઓ રોકાયા હતા અને બીજા દિવસે બપોરે વડોદરાથી કળી તેઓ સુરત બીજા દીકરો રોશનલાલના ઘરે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ મંગળવારે વહેલી સવારે પાંચેગ વાગ્યા પતિ પત્ની તથા તેમનો દીકરો રોશનલાલ રગુ ઉર્ફે રગાજી કલાલ (ઉં.વ. 40) પાડોશી કનૈયાલાલ ઉગમલાલ ગુર્જર તેમની માતા દેઉબેન ગુર્જર, તેમનો દીકરો રાકેશ (ઉં.વ. 8) દીકરી દુર્ગા (ઉં.વ.10), તેમના નાની ભાઇની પત્ની શીલાબેન છગલલાલ ગુર્જર તેની બે નાની પુત્રો નીતુ અને અંજની તથા કનૈયાલાલના શાઢુભાઇ પ્રકાશચંદ્ર ગુજ્રજ મળી 11 લોકો કારમાં ઉજ્જૈન મહાલાકના દર્શન કરી પાવાગઢ ગયા બાદ સુરત જવા નીકળ્યા હતા.

દરમિયાન હાલોલ વડોદરા રોડ પર જરોદ ચોક઼ડી પાસે રોડ પર ચાલકે કન્ટેનર રોડ પર ઉભુ રાખ્યું હતું. પરંતુ ગાડી ઉભી હોય તેવા કોઇ સંકેત નહી જણાતા કારના ડ્રાઇવરે કાર દોડાવતા ઉભેલા કેન્ટેરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. જેમાં એક બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યાં હતું. જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચતા સારવાર માટે એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા. જરોદ પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોને એસએસજીમાં દાખલ કરાયાં
સુરતથી ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા પાગાગઢ મહાકાળી માતાજીના આશીશ મેળવીને આવતા લોકો રસ્તામાં અકસ્માત થયો હતો. જેમાં કારનો એક સાઇડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જરોદ પીઆઇ એમસી પરમારે જણાવ્યું હતું.
ચાલકે કન્ટેનર રિફલેક્ટર, સેફ્ટીકોન બેરીકેટ કે આડાશ રાખ્યા વગર ઉભુ રાખ્યું હતું : બેદરકારીના કારણે અકસ્માત
જરોદ ચોકડીથી પાસે રોડ પર એક ચાલકે ક્ન્ટેનર અસામતરીતે પાર્ક કર્યુ હતું. ઉપરાંત ચાલકે અન્ય વાહન ચાલકને જાણ થા તે માટેના કોઇ સાંકેતિક ચિહ્ન રિફલેક્ટર, સેફ્ટીકોન,બેરીકેટ કે અન્ય કોઇ આડાશ કન્ટેનર પાસે રાખ્યા વગર મુકી દીધુ હતું. જેના કારણે કારના ચાલકે કન્ટેનર ચાલુ છે તેવુ લાગતા કાર જવા દીધી હતી અને અકસ્માત થયો હતો. આમ ડ્રાઇવરને બેદરાકરીને કારણે અકસ્માત થયો હતો.

5 દિવસ પૂર્વે દંપતીએ વતન સોપારી છોડ્યું પરંતુ માત્ર પત્ની જ પરત જશે
રાજસ્થાનના સોપારી ખાતે રહેતા રગુ ઉર્ફે રગાજી કિશોરજી કલાલ અને તેમની પત્ની જમનાબેનન સંતાનમાં છ દિકરા અને બે દીકરી છે.દંપતીએ 9 ડિસેમ્બરે વતન છોડીને તેઓ પ્રથમ વડોદરા ખાતે રહેતા દીકરાના ઘર બાદ સુરતમાં તેમના અન્ય દીકરાના ઘરે ગયા હતા. ત્યાંથી તેઓ ઉજ્જૈનથી પાવાગઢથી સુરત જતા અકસ્માતમાં રગુ ઉર્ફે રગાજી કિશોરજી કલાલનું મોત નિપજ્યું હતું. ત્યારે વતનથી નીકળેલા દંપતી પૈકી માત્ર પત્ની જ વતન પરત જશે.

  • અકસ્માતનો મોત ભેટેલો લોકોના નામ
  • રગુ ઉર્ફે રગાજી કિશોરજી કલાલ (ઉં.વ.65)
  • રોશનલાલ રગાજી કલાલ (ઉં.વ.40)
  • પ્રકાશચંદ્ર રામલા ગુર્જર (ઉં.વ.27)
  • રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉં.વ.8)
  • ઇજાગ્રસ્ત લોકોની નામ
  • દેઉબેન ઉમમલાલ ગુર્જર
  • કેન્હૈયલાલ ઉગમલાલપ ગુર્જર
  • દુર્ગા કન્હૈયાલાલ ગુર્જર
  • રોશનલાલ રવાજી કલાલ
  • પ્રકાશચંદ્ર રામલાલ ગુર્જર

Most Popular

To Top