ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary Education) દ્વારા માર્ચ- 2023માં લેવાના ધોરણ 10ની પરીક્ષાના (Exam) આવેદનપત્રો રેગ્યુલર ફી (Fee) સાથે ભરવાની અંતિમ તારીખ આજે પૂર્ણ થઈ છે. આ સાથે પરીક્ષામાં રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવા માટેની તારીખ 18 ડિસેમ્બર 2022 સુધી લંબાવવામાં આવે છે. ત્યારબાદ 19 ડિસેમ્બર થી 7 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે આવેદનપત્ર ભરી શકાશે.
પ્રથમ તબક્કામાં તા. 19 થી 23 ડિસેમ્બર સુધી 250 રૂપિયા લેઈટ ફી સાથે, બીજા તબક્કા માટે તા. 24 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી-23 સુધી રૂપિયા 300 લેઈટ ફી સાથે અને ત્રીજા તબક્કામાં તા 3 જાન્યુઆરી-23 થી 7 જાન્યુઆરી -2023 સુધી 350 રૂપિયા લેઈટ ફી સાથે આવેદનપત્ર ભરી શકાશે.
આ ઉપરાંત અંતિમ તારીખ 7 જાન્યુઆરી 2023 સુધી કોઈપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં. નિયમિત ફી માં દિવ્યાંગ અને વિદ્યાર્થીનીઓને મુક્તિ આપવામાં આવેલી છે, પરંતુ લેઈટ ફી માં કોઇપણ વિદ્યાર્થીની કે વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી નથી.
સફળતા માટે રૂપિયાની નહીં સાચી દિશામાં યોગ્ય મહેનત અને ચોક્કસ ધ્યેય હોવો જરૂરી છે
અમદાવાદ : સફળતા માટે રૂપિયાની જરૂર નથી. સાચી દિશામાં યોગ્ય મહેનત અને ચોક્કસ ધ્યેય હોવો જરૂરી છે. સ્ટાર્ટઅપકર્તા પોતાના કર્મ પર વિશ્વાસ રાખીને સતત કાર્યરત રહેશે તો, સફળતા જરૂર પ્રાપ્ત થશે. તેવું ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આયોજીત 2022ની એલ્યુમની મીટ “સમવાય”માં જાણીતા ઉદ્યોગપતિ અને નોબલ રિફ્રેક્ટ્રીસના એમ.ડી. ઘનશ્યામ ઢોલરિયાએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું
ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા દર વર્ષે એલ્યુમની મીટનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ જીટીયુના એલ્યુમની એસોસિયેશન દ્વારા વર્ષ 2022ની એલ્યુમની મીટ “સમવાય”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમારી સાચી મૂડી છે. તેઓ દેશ વિકાસમાં સહયોગી થઈને સફળતાના અનેક શિખરો સર કર્યા છે. જે વર્તમાન વિદ્યાર્થીઓને પણ પ્રેરણા સ્ત્રોત પૂરો પાડે છે.
આ પ્રસંગે 225થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. જ્યારે 2500 વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એલ્યુમની મીટમાં જોડાયા હતાં. જીટીયુ એલ્યુમની એસોસિયેશન દ્વારા “સમવાય એકત્ર સદા” ન્યૂઝ લેટર લોન્ચ કરવામાં આવ્યો હતો. દર 6 મહિને તેની નવીનત્તમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવશે. જેમાં સ્ટુડન્ટ વેલફેર, રીસર્ચ, એલ્યુમની એચીવમેન્ટ, પ્લેસમેન્ટ ડેટા અને સંલગ્ન કૉલેજના ટોપ-5 એલ્યુમનીની માહિતી રજૂ કરાશે.
આ ઉપરાંત જીટીયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના સ્ટાર્ટઅપ અને તેની સફળતા બાબતેની ચર્ચા કરીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજના ટેક્નોક્રેટ યુવાઓ કેવી રીતે સહભાગી થઈને દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝમાં યોગદાન આપીને આર્થિક રીતે પગભર થાય તે બાબતે ચર્ચા વિમર્શ કર્યો હતો.