SURAT

સુરત: ગર્ભવતીને રિક્ષામાં પીડા ઉપડી, પછી રિક્ષા ચાલકે જોરદાર કામ કર્યું…, VIDEO

સુરત (Surat): રાંદેર વિસ્તારમાં પ્રસૂતાને ડિલિવરી (Delivery) માટે રિક્ષામાં (Auto Rikshaw) હોસ્પિટલ (Hospital) લઈ જવાતી હતી, તે જ સમયે પ્રસૂતાને દુખાવો વધતાં રિક્ષા ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી 108ને ફોન કરતાં 108ની ટીમે રિક્ષામાં સફળ ડિલિવરી કરાવી હતી. બાળક અને માતા બંને સ્વસ્થ છે.

  • રાંદેરમાં રિક્ષા ડ્રાઇવરની સમય સૂચકતાથી 108ની ટીમે પ્રસૂતાની રિક્ષામાં ડિલિવરી કરાવી, બાળક અને માતા બંને સ્વસ્થ

108નાં સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ ખાતે રહેતા અરવિંદ દેવીપૂજકની પત્ની ચકુબેન (ઉં.વ.30) હાલ ગર્ભવતી હતી. તેનો પતિ તેને ચેકઅપ માટે રિક્ષામાં બેસાડીને લઈ જતો હતો. રસ્તામાં પાલનપુર પાટિયા ગણેશ મંદિર પાસે ચકુબેનને ડિલિવરીનો દુખાવો શરૂ થયો હતો. ચકુબેન માટે તે અસહ્ય હતું. ચકુબેનનો પતિ કાંઈ સમજે એ પહેલાં રિક્ષા ડ્રાઇવરે 108ની ટીમને કોલ કર્યો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

રાંદેર લોકેશનની 108ની ટીમ તાત્કાલિક ઇએમટી શબ્બીર બેલીમ અને પાયલોટ તેજસભાઈ તાત્કાલિક સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા. તપાસ કરતાં ચકુબેનને પ્રસૂતિ પહેલાનું લોહી ખૂબ જ વહી ગયું હતું અને બાળકનું માથું દેખાતું હતું, એટલે 108માં રહેલી ડિલિવરી કિટનો ઉપયોગ કરી ઇએમટી શબ્બીરે પોતાની સૂઝબૂઝથી રિક્ષાની આડે ચાદર મૂકી રિક્ષામાં જ ડિલિવરી કરાવી હતી. ચકુબેને દીકરાને જન્મ આપ્યો હતો. બાળક અને માતા બંને સ્વસ્થ છે. ચકુબેનને પહેલાં ત્રણ બાળક છે. ચકુબેન અને બાળક બંનેને વધુ સારવાર માટે રાંદેર હેલ્થ સેન્ટર ખાતે લઈ જવાયાં હતાં.

મગદલ્લામાં કોઈ મૃત નવજાત બાળક ત્યજી ગયું
સુરત: ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મગદલ્લા ખાતે આવેલા પાદર સ્ટ્રીટ મેઇન રોડ પર પંચકુટીર સ્ટ્રીટમાં આજરોજ વહેલી સવારે સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન પોલીસને મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેરના મગદલ્લા ખાતે પાદર સ્ટ્રીટ ખાતે રહેતા ખેડૂત બીપીનભાઈ દયાળભાઈ પટેલે પોલીસ કંટ્રોલ રૂમના ૧૦૦ નંબર ઉપર ફોન કરી પાદર સ્ટ્રીટ મેઇન રોડ પર પંચકુટીર સ્ટ્રીટમાં નવજાત બાળક પડ્યું હોવાની જાણ કરી હતી. બાદમાં પોલીસે બનાવ વાળી જગ્યા પહોંચી ૧૦૮ની ટીમને બોલાવી હતી. જ્યાં ફરજ પરના કર્મચારીએ બાળકને મૃત જાહેર કર્યું હતું. જેથી પોલીસ મૃત નવજાત બાળકનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ ખેડૂત બીપીનભાઈની ફરિયાદ આધારે બાળકને ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રમતા-રમતા ત્રીજા માળેથી પટકાયેલી ત્રણ વર્ષની બાળકીનું મોત
સુરત : પાંડેસરાના વડોદ વિસ્તારમાં ત્રીજા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આકૃતિ ઉદયરામ (રહે. ભગવતીનગર, વડોદ, પાંડેસરા) રવિવારે સાંજે ત્રીજા માળે ગેલેરીમાં રમતી હતી. રમતા-રમતા પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યાં સારવાર દરમિયાન આજરોજ મોત નિપજ્યું હતું. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top