અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર જીઆઇડીસીની (GIDC) એક કંપનીમાં છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી પોતાની હવસ સંતોષવા ગલુડિયાને (Puppy) મુખ મૈથુન (Oral Sex) કરાવતા પરપ્રાંતીય યુવાનની પોલીસે અમદાવાદની એનિમલ વેલ્ફેર સંસ્થાની (Animal Welfare Institute) ફરિયાદના આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર અંકલેશ્વર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
- અંકલેશ્વર જીઆઇડીસીમાં ગલુડિયા પાસે મુખ મૈથુન કરાવતા યુવાન સામે ગુનો નોંધાયો
- એનિમલ વેલ્ફર સંસ્થાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પરપ્રાંતીય યુવાનની ધરપકડ
- છેલ્લા ૧૫ થી ૨૦ સપ્તાહથી યુવાન ગલુંડીયા સાથે માનવતા સાથે પશુઓને પણ લજવે તેવું કૃત્ય કરતો
- અમદાવાદની સંસ્થાના સભ્યોએ દોડી આવી વાયરલ થયેલા વીડિયોના આધારે ફરિયાદ નોંધાવી
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય યુવાન સુખરામ રામચંદ્ર મંડળે શ્વાનના ગલૂડિયા સાથે અવાર – નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેનો કોઇએ વીડિયો ઉતારીને અમદાવાદની એનિમલ વેલ્ફર સંસ્થાને જાણ કરી હતી . જેની ગંભીરતા લઈને સંસ્થાના પ્રમુખે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવાનની ધરપકડ કરી છે.
ઔદ્યોગિક વસાહતમાં કાલાવ્યા કેમિકલ કંપનીના પાછળના ભાગમાં ૩૦ થી ૩૫ વર્ષીય સુખરામ શ્વાનના ગલૂડિયા સાથે એક અઠવાડિયાથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. આ વીડિયો વાયરલ થતા લોકો આ યુવાન ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે.
આવા વિકૃત લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સંસ્થાના પ્રમુખ દીપા જોષી અને તેમના સાથી સભ્યો અંકલેશ્વર દોડી આવ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા વીડિયો પુરાવાના આધારે આઈપીસી ધારા ૩૭૭ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધિત મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકારનું કૃત્ય બહાર આવતા સમગ્ર અંકલેશ્વર પંથકમાં ચકચાર મચી ગઇ છે અને ચારે તરફથી લોકો આ યુવાન સામે ફિટકાર વરસાવી રહ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અંકલેશ્વરની મુક્તિધામ સોસાયટીમાં જુગાર રમતા બે ઝડપાયા
અંકલેશ્વર : અંકલેશ્વરની મુક્તિધામ સોસાયટીના મકાનમાંથી મોબાઈલમાં એપ્લિકેશન મારફતે આંકડાનો જુગાર રમાડતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ 53 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર પોલીસના સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન ભરૂચ જિલ્લાના આમોદના પ્રિતેશ દિપક ઠક્કર અને અંકલેશ્વરની જીઇબી પાછળ આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહેતો હિતેશ ભુપેન્દ્ર પટેલ સોસાયટીમાં એક ભાડાના મકાનમાં મોબાઈલ ફોન મારફતે વોટ્સએપ એપ્લિકેશન દ્વારા એક બીજાને આપ લે કરી આંકડાનો જુગાર રમાડી રહ્યા હોવાની માહિતી મળતા રેડ કરી હતી. જેમાં પોલીસે સ્થળ ઉપરથી પ્રિતેશ ઠક્કર અને હિતેશ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા 10 હજાર અને 43 હજારના બે નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 53 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.