વડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચતુષ્કોણીય જંગ હતો. ચૂંટણી દરમિયાન રસપ્રદ રહી હતી સૌકોઇની નજર આ બેઠક પર હતી. દરમિયાન 8 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ભવ્ય વિજય થયો હતો. જેને લઇને જેસીંગપુરા ગામે આતિશબાજી કરીને જીતનો જશ્ન કાર્યકરો બનાવતા હતા. ત્યારે ફટાકડા ફોડવા મુદ્દે બાપુના અને અપક્ષ ઉમેદવાર મધુશ્રી વાસ્તવના સમર્થકો વચ્ચે બે જૂથ સામ સામે આવી જતા મારી થયા બાદ લાકડીઓ પણ ઉછળી હતી. જેમાં વાઘોડિયા પોલીસે 9 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી.
વડોદરા જિલ્લામાં આ વિધાનસભની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપ, કોંગ્રેસ,અને બે અપક્ષો વચ્ચે ચતુષ્કોણી જંગ જામ્યો હતો. જેમાં ભાજપમાંથી અશ્વીન પટેલ, કોંગ્રેસમાંથી સત્યજિતસિંહ ગાયકવાડ અપક્ષમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા મધુશ્રી વાસ્તવ ચૂંટણી લડતા હતા. જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. જેમાં 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થતા અપક્ષ ઉમેદવારો ધર્મેન્દ્રહિંસ વાઘેલાની ભવ્ય જીત થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જણાતો હતો. તેમના સમર્થકોએ ભવ્યા વિજય રેલી પણ કાઢી હતી. જ્યારે અપક્ષ ઉમેદવાર મધુશ્રી વાસ્તવાની હાર થતા કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. જેસીંગપુરા ગામે પણ ડીજે વગાડી બાપુના કાર્યકર્તાઓ મહાદેવ મંદિર પાસેના ચોકમાં ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે મધુ શ્રીવાસ્તવના કાર્યકર્તાઓએ ફટાકડા અહીં નહીં ફોડવા જણાવતા મામલો બિચક્યો હતો. જેમાં બંને ઉમેદવારના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી બાદ લાકડીઓ પણ ઉછળી હતી. વાતાવરણ તંગ બને તે પહેલા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને મામલો શાંત પાડ્યો હતો. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે રાજકીયકાળ દરમિયાન કોઈ ગામમાં આ રીતની મારામારી કરી નથી. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ફોન રિસીવ કર્યો ન હતો.
ગામના બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી
જેસિંગપુરાના રશ્મિકાંત અંબાલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે મારો દીકરો દર્શન ફટાકડા ફોડતો હતો તે દરમિયાન ફટાકડા ફોડવાનો સામાપક્ષે વિરોધ કરી ઝઘડો કર્યો હતો. મારા દીકરા દર્શનને બે લાકડાની ઝાપટ મારતા બોલાચારી થઈ હતી. ત્યારબાદ મારા દીકરાને સામા પક્ષના ચાર વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારા દીકરાની સારવાર ચાલુ છે. સામા પક્ષે દયાબેન લલીતભાઈ પટેલે મારા સસરાને બાયપાસનું ઓપરેશન કરાવ્યું હોય ફટાકડા ન ફોડવા સમજાવતા હોવા છતાં તેઓ ફટાકડા અહીંયા ફોડીશું. અમારા ફળિયાના છોકરાઓ સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અનેતમને જોઈ લેવાની ધમકી આપી હતી અને મધુબેન મનહરભાઈ વસાવા આવી જતા તેઓને જાતિ વિષયક અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બંને પક્ષોમાંથી પોલીસે ઝડપી પાડેલા 9 શખ્સોના નામ
જેસિંગપુરા ગામે ધર્મેન્દ્રસિંહ બાપુનના સમર્થકો દ્વારા ફડાકડા ફોડતા હતા તે વેળા મધશ્રી વાસ્તવના કાર્યકરો સાથે થયેલા ઝઘડામા પોલીસે બંને પક્ષોમાંથી 9 શખ્સો દિવ્યાંગ રાજેશભાઈ પટેલ, અમિત હર્ષદભાઈ પટેલ, મિતેશ કાળીદાસ પટેલ, રશમિકાંત અંબાલાલ પટેલ, જલ્પેશભાઈ નગીનભાઈ પટેલ, લલિત અંબાલાલ પટેલ, યસ લલીતભાઈ પટેલ, નિકુંજ કંચનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ગણપતભાઇ પરમાર તમામ રહે.જેસિંગપુરા ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.