સુરત: (Surat) સાત વર્ષની બાળકીના હત્યારા (Murder) મુકેશ પંચાલને વેડ રોડ પંડોળથી ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચ અને ચોક પોલીસ દ્વારા ગઇ સાંજે ઝડપી પાડવામાં આવ્યો હતો. તે સુરત છોડવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસ તે ભાગે એ પહેલાં જ તેને પકડી પાડવામાં આવ્યો હતો. મુકેશ પંચાલ જે મૂળ પાટણનો રહેવાસી છે. સુરતમાં તેની ઉપર 14 જેટલા વાહનચોરીના ગુના દાખલ થયેલા છે.
- સુરતના કતારગામમાં 7 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા
- સાત વર્ષની બાળકીનો હત્યારો મુકેશ પંચાલ કુખ્યાત વાહનચોર, લાશ પેટી પલંગમાંથી મળી
- સીસીટીવી ફૂટેજમાં બાળકી સોસાયટીની બહાર નહીં ગઈ હોવાનું પ્રસ્થાપિત થતાં તમામ ઘરોનાં સર્ચ કરાયાં
આમ, આ હિસ્ટ્રીશીટર પર પોલીસને શંકા હોવાને કારણે તે શંકા સાચી ઠરી હતી. પોલીસ આગળ તેણે કબૂલાત કરી હતી કે, બાળકીને નાણાં આપવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ તેણે તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ તેણે પેટી પલંગમાં લાશ સંતાડી દીધી હતી. બાદ તે ગભરાઇ જતાં ઘરે તાળું મારીને ભાગી ગયો હતો.
તિરુપતિ સોસાયટીનાં સીસીટીવી ફૂટેજ પરથી ચોક પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો
તિરુપતિ સોસાયટીમાં બાળકીનો પરિવાર લગ્નમાં ગયો હતો. ત્યારબાદ તે સોસાયટીમાં રમતી જોવા મળી હતી. બાદ આ બાળકી પોતાના ઘરે જતી સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. બાદ સોસાયટીમાં જ અંદરના ભાગે તે ફરતી જોવા મળી હતી. સોસાયટીના બહાર નીકળતાં સીસીટીવી ફૂટેજમાં કોઇ પિક્ચર બાળકીના દેખાયાં ન હતાં.
દરમિયાન ચોક પીઆઇ અસુરિયાને શંકા ગઇ હતી કે બાળકી સોસાયટીમાં જ છે. તેથી તમામ ઘરો સર્ચ કરવાનું શરૂ કર્યુ હતું. તેમાં સોસાયટીની અગાસીઓ તથા પાણીની ટાંકીઓ પણ ચેક કરાઇ હતી. દરમિયાન મુકેશ પંચાલ તે કુંવારો ઉપરાંત હિસ્ટ્રી શીટર હોવાને કારણે તેના ઘરે તાળું મરાયું હતું. તેના પરિવારજનો લગ્નમાં ગયા હતા. દરમિયાન બાળકી ઉપર બળાત્કાર કર્યો હોવાની કબૂલાત કરી લીધી હતી.
કતારગામમાં નાની બાળકીની હત્યાને પગલે ભાજપના વિનુ મોરડીયાએ રેલી મોકુફ રાખી
સુરત: સુરતની કતારગામ વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવાર વિનુ મોરડિયા વિજય યાત્રા ન કાઢવાની જાહેરાત કરી હતી. કારણ કે, કતારગામમાં વેડરોડ પર તિરુપતિ સોસાયટીમાં બુધવારે સાંજના સમયે આઠ વર્ષની માસુમ બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. માસુમ બાળકીની હત્યા કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીના મોતના શોકમાં વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. તમામ વિજેતા ઉમેદવાર વિજય યાત્રા કાઢી રહ્યા છે. ત્યારે મોરડિયાએ શોકમાં પોતાના વિજયની યાત્રા મોકૂફ રાખી હતી.