National

જોધપુરઃ લગ્ન માટે જાનૈયાઓ નીકળે તે પહેલા જ ગેસ સિલિન્ડર ફાટ્યો, 3 બાળકો સહિત 5ના મોત

રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) જોધપુરના (Jodhpur) એક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના જોધપુર જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂંગરા ગામની છે, જ્યાં એક લગ્ન પ્રસંગમાં (wedding ceremony) જાનૌયાઓ નીકળે તે પહેલા જ એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ (Gas Cylinder Blast) થયો હતો. આ અકસ્માત (Accident) ત્રણ બાળકો સહિત પાંચના મોત (Death) થયા હોવાનું સામે આવ્યું છે. અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને જોધપુર રીફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તાર નજીક ભૂંગરા ગામના એક લગ્નપ્રસંગમાં અકસ્માત સર્જાયો હતો. જ્યાં જાનૈયાઓ ઘરેથી નીકળે તે પહેલા જ ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા જ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં વરરાજા ખરાબ રીતે દાઝી ગયો હતો. આ સાથે જ 39 લોકોના દાઝી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાંચ લોકોના મોત થયા હોવાનુ જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટમાં દાઝી ગયેલા ઘાયલોમાંથી વરરાજા સુરેન્દ્ર સિંહને જોધપુર રિફર કરવામાં આવ્યો છે. જેમાંથી 35 લોકો 60 ટકાથી વધુ દાઝી ગયા છે. જ્યારે 11 લોકો 80 થી 100 ટકા દાઝી ગયા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ સાથે 17 લોકોને સેત્રાવા સીએચસી અને 22 લોકોને શેરગઢના સીએસસીમાં રિફર કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જે બાદ આ ઘટનાની તપાસ કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં લગ્નની મિજબાની તૈયાર કરવામાં આવી રહી હતી ત્યાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં લીક થવાથી જોરદાર બ્લાસ્ટ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક ઘાયલો 80 થી 100 ટકા દાઝી ગયા છે.

અગાઉ પણ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા જોધપુરના કીર્તિનગરમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટના કારણે લગભગ એક કિલોમીટરના વિસ્તારોમાં બ્લાસ્ટનો અવાજ સંભાળાયો હતો. બ્લાસ્ટના અવાજથી લોકો ગભરાઈ ગયા હતા. અને આ અકસ્માતમાં 3 બાળકો અને એક યુવક જીવતા દાઝી ગયા હતા. આ સાથે 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ સાથે અકસ્માત એટલો ભયંકર હતો કે આજુબાજુના અનેક ઘરોમાં પણ તિરાડો પડી ગઈ હતી. ઘરમાં મૂકીલી ગાડી પણ પીગળી ગઈ હતી.

Most Popular

To Top