Columns

‘ગાંધી’ પર ચાર દાયકે એક દૃષ્ટિપાત

રિચાર્ડ એટનબરોની મહાકાવ્ય સ્વરૂપ ફિલ્મ ‘ગાંધી’ની રજૂઆતને આ સપ્તાહે 40 વર્ષ પૂરાં થશે. લંડનથી ટ્રેનમાં એક કલાકની મુસાફરી કરો ને પહોંચો તે સ્થળે એટનબરોના કાગળ સચવાયેલા છે. મેં તાજેતરમાં કેટલાંક કતરણો વાંચ્યાં, જે આ ફિલ્મસર્જકની ફિલ્મની સમીક્ષા કરતાં મહત્ત્વનાં લખાણ હતાં. ધ ટેલિગ્રાફની યુવાન લેખિકા તન્વીરસિંહે એટનબરોની ફિલ્મને પોતે જિંદગીમાં જોયેલી ત્રણથી ચાર મહાન ફિલ્મમાંની એક ગણાવી હતી અને કહ્યું હતું કે હૃદય હચમચાવી નાખે તેવી આ ફિલ્મ છે.

બ્રિટીશ દિગ્દર્શકની આ ફિલ્મને બનાવવા ભારત સરકારે શા માટે પૈસા આપવા જોઇએ. બબડાટ હતો પણ તે જ પેઢીની એક સમીક્ષક અમૃતા અબ્રાહમે સન્ડે ઓબ્ઝર્વરમાં લખ્યું છે કે બેન કિંગ્ઝલેનો અભિનય સરસ છે. પણ અન્ય ભારતીય પાત્રો તેમને સોંપેલી ભૂમિકા શતરંજ પર ગોઠવાતાં પ્યાદાંની જેવી નભાવ્યે જતાં હતાં. ગાંધી સાથે અન્ય તમામ નેતાઓની મુલાકાતમાં તનાવની કમી હતી. પકડ છૂટતી જતી હતી અને ગાંધી અને તેની ભાવના જાણે હાથતાળી દેતી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામની અનેક બાજુઓ હતી, પણ તેના સરળ કરાયેલા સ્વરૂપને આ ફિલ્મ રજૂ કરે છે. તેણે ગાંધીની નૈતિક દૃષ્ટિને ન્યાય આપ્યો હતો.

અમૃતા અબ્રાહમે લખ્યું છે કે ત્રણ કલાકની આ ફિલ્મમાં ગાંધીના મુખ્ય વિચારોને આવરી લેવાયા છે. સ્વદેશી, નાગરિક અસહકાર અને અહિંસા બધાના સક્રિય પ્રતિભાવ પણ ગાંધી બાદ કેન્દ્રવર્તી વિચારોનું ખાનગી કૃત્યો અને રાજકીય પરિણામોને આવરી લઈ એકત્રીકરણ કરવાની ય છે અને વૈયકિતક ચેતનાને હિંદુ માન્યતાનો પારસમણિ બનાવે છે પણ ઉપકથાના જાણે ભાગલા પડે છે અને વિચારો એક દૃષ્ટિની જેમ એકત્ર નથી થતા.

એટનબરોના દસ્તાવેજોની બીજી કેટલીક વિવેચનાત્મક સમીક્ષા છે, પણ ન્યૂયોર્કના સામયિક વિલેજ વોઇસેની સમીક્ષા કરતાં કયાંય વધુ ઉગ્ર નથી. આ ફિલ્મને બજારલક્ષી બાલિશ નીતિથી બનાવેલું ગંજાવર સર્જન ગણાવી જણાવી ઉમેર્યું છે કે આ ફિલ્મ માત્ર કોઇના માટે નથી, કંઇક વિશે છે અને તે કંઇક એટલે ભારતની આઝાદી, અહિંસા, કરિશ્માઇ તપ, વંશીય અને ધાર્મિક પૂર્વગ્રહ, સંસ્થાનવાદ, સામ્રાજયવાદ, શોષણ અને ઇતિહાસ. હકીકતમાં ફિલ્મનું વિષયવસ્તુ એટલું વિશાળ છે કે આ 188 મિનિટનું સુપર પ્રોડકશન ઝાટકા મારતું અને અલ્પવિકસિત લાગે છે. દિગ્દર્શક એટનબરો અને તેના સિનેરિસ્ટ જોહ્‌ન બ્રાઇલીને અનેક શકયતાઓમાંથી અમુક જ પસંદ કરવી પડી છે. આ ફિલ્મમાં કેટલીક સંવેદનાત્મક ક્ષણો જરૂર આવે છે એ સ્વીકારી તેમણે પોતાની મોટા ભાગની નકારાત્મક સમીક્ષાનું સમાપન કરતાં કહ્યું છે કે ગાંધીને ગ્રહણ કરવામાં એટનબરોની સૌથી મોટી ખામી છે કે એક સમાન કથા ધરાવતા જટિલ ઇતિહાસને તેઓ બરાબર પારખી શકયા નથી.

‘ન્યૂ મ્યુઝિકલ એકસપ્રેસ’ના રિચાર્ડ કૂકે કહ્યું કે થોડા સારા અભિનય છતાં ફિલ્મ ઇતિહાસનાં પૂતળાંઓની કૂચ સમાન લાગે છે. દેશની આઝાદી માટેની પોતાની લડત પર સવાર થઇ ગયેલી ગાંધીની આંતરિક સંઘર્ષગાથાનો અભાવ વર્તાય છે. તે ઉપરાંત મહાત્મા અને તેમની પત્ની વચ્ચેની મોહક દાંપત્યને વધુ પડતું સરળ બનાવી દેવાયું છે. મારે સત્યજીત રાયની ‘ગાંધી’ જોવી છે.
શ્રીલંકાના પત્રકાર તાર્ઝી વિટાચી ‘એશિયા વીક’માં લખે છે કે ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ છેલ્લાં 50 વર્ષમાં મેં આવી ફિલ્મ જોઇ નથી. હું થીયેટરમાંથી બહાર આવ્યો ત્યારે મને ઊર્ધ્વતાનો નશો ચડયો હતો. સાચી સત્તા બંદૂકના નાળચામાંથી નથી આવતી એવી પ્રતીતિ થતાં હું આશ્ચર્યથી દિગ્મૂઢ થઇ ગયો હતો.

ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્રોના બસ મથક પાસેના એક છબીઘરમાં ખાસ યોજાયેલા અને આ ફિલ્મનો ખાસ શો જોયા પછી તેમણે પોતાની સમીક્ષામાં વધુમાં જણાવ્યું હતું કે મહાસત્તાઓ ‘તું પહેલાં અટકી જા’ની શેરી રમત રમે છે અને શાંતિની માળા જપતાં શસ્ત્રોની જમાવટ કરતા રહે છે, પણ મહાત્મા ગાંધીએ દુનિયાને દેખાડી આપ્યું છે કે યુદ્ધ શાંતિનો માર્ગ નથી. દુનિયાના એક સૌથી શકિતશાળી રાજયો ધરાશાયી કરવા તેમણે બંદૂકનો ઉપયોગ નથી કર્યો. ભલે આપણે એ શીખ્યા નથી કે હિંસા વધુ હિંસાને જ જન્મ આપે છે. ‘ગાંધી’ ફિલ્મ સમયસરની છે. આ ફિલ્મ એટલી સરસ બની છે કે તેને જોયા પછી કોઇ પણ માણસ બદલાયા વગર નહીં રહે. ગાંધીજી વિવાદાસ્પદ હતા એવા વ્યાપક રીતે પ્રશસ્ય હતા તેથી જ મૃત્યુના સાડા ત્રણ દાયકા પછી તેમના જીવન વિશેની ફિલ્મ આવા પ્રત્યાઘાતો આવકારી શકે.

હું ‘ગાંધી’ ફિલ્મ જોઇ ખૂબ જ પ્રભાવિત થયો છું. મેં ઘણી વાર આ ફિલ્મ જોઇ છે. ગાંધીજીના વારસાનું મેં અવારનવાર શિક્ષણ આપ્યું છે. કોમી એકતા માટે ગાંધીજીના છેલ્લા ઉપવાસનું આલેખન અત્યંત સંવેનાત્મક રીતે છે. ગાંધીજીના નોંધપાત્ર સમકાલીને ડો. આંબેડકર અને સુભાષચંદ્ર બોઝ કેમ નહીં દેખાયા? આ ફિલ્મ માટે ભંડોળ તે સમયનાં વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ આપ્યું હતું. ભારત સરકાર વતી નાણાં મંજૂર કરતાં ઇંદિરા ગાંધીએ કહ્યું હતું તમે બાપુના જીવનને ત્રણ કલાકના ચોકઠામાં મૂકવા માંગો છો તેથી હું તમને વિનંતી કરું છું કે ફિલ્મની શરૂઆતમાં આવું નિવેદન મૂકે અને સ્ત્રીઓના સંવાદો 90 વર્ષ પહેલાં બોલાતા હતા તેનો અભ્યાસ કરીને મૂકો. એટનબરોએ બંને વાત માની હતી.

ઇંદિરા ગાંધીએ લખ્યું હતું કે ગાંધી ફિલ્મ અસરકારક છે. ગાંધીજી શેને માટે ઝઝૂમ્યા હતા તે દુનિયાને જણાવવા માટે આ સારું માધ્યમ છે. છતાં ભાવનાત્મક ભારતની ગેરહાજરી વર્તાય છે. પણ ભારતના કોઇ ફિલ્મનિર્માતાને ગાંધીજીની આગેવાની હેઠળની ભવ્ય લોકચળવળની મહાનતાથી કેમ કોઇ પ્રેરણા નહીં થઇ? આ ફિલ્મ ગાંધીજીને ‘સુપર સ્ટાર’ પ્રકારના મસીહા તરીકે રજૂ કરે છે પણ સ્હેજ વધુ નહીં, સ્હેજ ઓછા અને તે પણ અન્ય પરિબળોની બાદબાકી કરતાં જઇને?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top