Vadodara

કોંગ્રેસને લોકતંત્ર પર ભરોસો નથી : મોદી

વડોદરા: કાલોલ તાલુકાના બેઢીયાં ખાતે માઈકો સીડ્સ કંપનીના સામેના મેદાનમાં ૧ ડિસેમ્બરના રોજ પાંચ વિધાન સભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને વિજય મળે તે આશયથી નરેન્દ્ર મોદીએ વિશાળ જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદીનું આગમન થતા જ સભામાં જય શ્રી રામના નારા સાથે ભારે જન્મદિનની જોવા મળી હતી. પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો પર ત્રિપાખીયો ચૂંટણી જંગ આવનાર સમયમાં કોના સીરે તાજ પહેરાવશે એતો મતદારો જ નક્કી કરશે. જ્યારે જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો પાર્ટીના કાર્યકરો સાથે મળી પૂર જોશમાં પ્રચાર પ્રસાર કરી કમર કસી રહ્યા છે ત્યારે કાલોલ વિધાનસભા વિસ્તારમાં જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ તેમની પર કોંગ્રેસના કરેલા પ્રહારોની ટિપ્પણીઓ કરી અનેક મુદ્દાઓ પર પ્રવચન આપ્યું હતું. આ સભામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મતદાન પ્રક્રિયામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં મતદારો તમામ રેકોર્ડ તોડી નાખશે અને એક પણ કમળ ઓછું નીકળે નહીં તેનું ધ્યાન રાખી ઘરે ઘરે જઈ વધુમાં વધુ મતદાન થાય તેવી અપેક્ષા સાથે ઉપદેશ આપ્યો હતો.

કાલોલને પોતાની કર્મભૂમિ જણાવી કહ્યું હતું કે હું પોતે આ વિસ્તારમાં સ્કૂટર પર ફરેલો છું. ભૂતકાળમાં આ વિસ્તારમાં કોઈ સુવિધા ન હતી. તેમ કહેતા આત્મનિર્ભર ભારતની વાત કરી વિપક્ષની સરકારની કટકી કરવાની નીતિઓ ઉપર શબ્દોનો પ્રહાર કર્યો હતો. સૌપ્રથમ કાલોલમાં જ્યોતિગ્રામ યોજનાની રાજ્યમાં શરૂઆત કરી ત્યારે કાલોલમાંથી રાજ્યના વિકાસની શરૂઆત કરી હતી. તદુપરાંત તેમને પાવાગઢ માતાજીના દર્શન કરી મહાકાળીના સ્થાનિધ્યમાં વિકાસ કરવાનો સંકલ્પ કરી વર્ષો પછી તેમને જે સંકલ્પ પૂર્ણ કરવાની તક મળી તે મહાકાળી માતાજીના આશીર્વાદ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી રામના અસ્તિત્વને સ્વીકાર નથી કરતી.

અયોધ્યા રામ મંદિરનો પણ વિશ્વાસ નથી. કોંગ્રેસ પાર્ટીને ગામ છે તું સામે પણ વાંધો ! તદુપરાંત કોંગ્રેસ પાર્ટી ને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવી કોંગ્રેસે ડઝન બંધ ગાળો દીધી હજુ સુધી અધિકૃત રીતે પણ દિલગીરી નથી બતાવી. દેશના પ્રધાનમંત્રી ને અપમાનિત કરી નીચા દેખાડવા તેનો અધિકાર સમજે છે. જો લોકતંત્રમાં વિશ્વાસ હોય તો કોંગ્રેસ પાર્ટી આટલી હદ સુધી ન પહોંચી હોત. દેશના વડાપ્રધાન મોદી એ જણાવ્યું હતું કે કોંગ્રેસનો ભરોસો લોકતંત્ર પર નહીં પરંતુ પરિવાર પર છે. પરિવારને ખુશ કરવું પડે તે ફેશન થઈ ગઈ છે.

તેમને કોંગ્રેસને જણાવતા કહ્યું હતું કે જેટલું કિચડ કિક્ચડ ઉછાળશો તેટલું જ કમળ વધારે ખીલશે. તદુપરાંત જાહેર સભામા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને દરેક ઘરે ઘરે બેસી વડીલોને કહેવાનું છે કે કાલોલમાં નરેન્દ્રભાઈ આવ્યા હતા. અને તમને પ્રણામ પાઠવ્યા છે. જેથી વડીલોના આશીર્વાદ સીધા જ મને મળી જશે. તેવો બોધપાઠ આપી સભાને વિરામ આપ્યો હતો. ડેરોલ સ્ટેશન નો ઓવર બ્રિજ તથા કાલોલ નગરની ભૂગર્ભ ગટર યોજના તથા હાલોલ કાલોલ ને ટ્વીન સિટી બનાવવાનું વચન, મોંઘવારી, બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓ ભુલી ને પાવાગઢ મંદિરે ધજા અને રામ મંદિર જેવા મુદ્દાની ચર્ચા કરી વડાપ્રધાને સ્થાનીક મુદ્દાને નજર અંદાજ કરેલ. હાલોલ કાલોલ વડોદરા દાહોદને ઔદ્યોગિક કોરિડોર બનાવવાનુ વચન આપી પંચમહાલ જિલ્લાનું મહત્વ સમજાવ્યું હતું.

પાવીજેતપુરમાં કોઈ ઘર એવું નથી કે જ્યાં હુ જમ્યો ન હોઉ: મોદી
બોડેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા વડા પ્રધાને આજે છોટા ઉદેપુર બોડેલી ને પોતાની કર્મભૂમિ ગણાવી હતી અને પાવી જેતપુરના દરેક ઘરમાં જમ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.અને કહ્યું કે અહિયાંથી જ બધું શીખ્યો છું અને તમારી વચ્ચે રહીને રસ્તો કેવું રીતે નીકળે તે હુ શીખ્યો છું, એના કારણે હુ દિલ્હીમાં જઈને કામ કરું છું. બોડેલીમાં નરેન્દ્ર મોદીએ ભાષણમાં જણાવ્યું કે છોટા ઉદેપુર જીલ્લો બનાવ્યા એક દશક થવા આવ્યો, મને સંતોષ થયો છે, જે ઉદ્દેશથી સરકારે બનાવ્યો તે સાર્થક થયો છે જણાવીને આગામી ૨૫ વર્ષ ગુજરાત માટે સુવર્ણકાળ ગણાવીને કહ્યું કે આ ગુજરાતમાં દશકામાં વિકાસની હરણફાળ ભરવાની છે. નરેન્દ્ર મોદીએ આજે ફરીથી સંખેડાના ફર્નિચરનો ઉલ્લેખ કરીને કહ્યું કે હમણાં જી ૨૦ સમિટમાં ગયો હતો ત્યાં જઈને દુનિયાના અનેક દેશના મોટા મોટા નેતાઓને સંખેડાના ફર્નિચરની ભેટ આપી છે.અને સંખેડાના દુનિયામાં વહેચ્યું છે.અને આગામી જી ૨૦ સમિટ થવાનું છે. તેમાં આપના એક એક જીલ્લાની ઓળખ ઊભી થાય તેવી તાકાત આવી ગઈ છે.

Most Popular

To Top