Dakshin Gujarat

દમણની આ કંપની તસ્કરો માટે ‘ખુલ જા સીમીસીમ’ના ખજાના જેવી

દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) ભેંસલોરની બંધ પીસીએલ કંપની (PCL Company) તસ્કરો માટે ખુલ જા સીમીસીમના ખજાના જેવી બની જવા પામી છે. દમણ પોલીસે (Police) આ કંપનીમાં ચોરી કરી ટેમ્પામાં (Tempo) ભાગતા વધુ 4 ચોરટાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 24 નવેમ્બરના રોજ સવારે 5 વાગ્યાના અરસામાં દમણ પોલીસની પીસીઆર-6 ની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમ્યાન એક ટેમ્પો નં. GJ-15-YY-6541 ડી-માર્ટ તરફના મુખ્ય રસ્તાથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. જે ટેમ્પાના પાછળના ભાગે ભારી ભરખમ સામાન મુકાયેલો હોવાનું પોલીસના ધ્યાન પર આવતા જ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે ટેમ્પાનો પીછો કરી તેને રોકી ટેમ્પામાં તલાશી હાથ ધરી હતી.

  • ટેમ્પામાં ભારે સામાન લઇ જઇ રહેલા 4ને પોલીસે પીછો કરી ઝડપી લીધા
  • ટેમ્પામાંથી સ્ટીલના ગોળ ચીલર નામનો મશીનનો પાર્ટ્સ મળી આવ્યો, આરોપીઓના 28 નવેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર પર

ટેમ્પામાં સ્ટીલના ગોળ ચીલર નામનો મશીનનો પાર્ટ્સ જોવા મળ્યો હતો. જે વજનમાં ઘણો ભારે ભરખમ હતો. આ ચીલર પાર્ટ્સ અંગેની 4 યુવાનની પૂછતાછ કરતાં તેમણે સામાન પીસીએલ કંપની ભેંસલોરમાંથી ચોર્યો હોવાની કબુલાત કરી હતી. જેને પગલે પોલીસે ચારેય યુવાનને પોલીસ મથકે લાવી તેની સામે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓના 28 નવેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો પોલીસે ચારેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી ચોરેલો સામાન અને ટેમ્પા સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે.

બિલ્ડરના બંધ ઘરમાંથી એક લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી
સુરત : એસવીએનઆઇટીમાં બિલ્ડરના ઘરમાં ચોર દ્વારા એક લાખની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી હતી. કૃણાલ પ્રવીણભાઇ લાપસીવાલા (ઉં.વ.૪૦) (ધંધો-રીઅલ એસ્ટેટ) (રહે.,બંગ્લો નં.૫૬, નહેરૂનગર સોસાયટી, SVNIT) દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ગત તા.૨૨/૧૧/૨૦૨૨ના સમય ૧૭/૩૦થી તા.૨૩/૧૧/૨૦૨૨ સમયે સવારના ૯ વાગ્યા દરમિયાન તસ્કરે મારા ઘરના બાથરૂમની ગ્રીલ કોઇ સાધન વડે તોડી ઘરમાં અંદર પ્રવેશ કર્યો હતો. તથા બેડરૂમના કબાટમાંથી એક સોનાની ચેઇન જેનું વજન આશરે ૧૫ ગ્રામ કિંમત રૂ.૪૦,૦૦૦ તથા એક સોનાની બંગડી વજન આશરે ૧૫ ગ્રામ કિંમત રૂ.૪૦,૦૦૦ તથા તેમાં રાખેલી ૪૦૦ ગ્રામ ચાંદી કિંમત રૂ.૨૨,૦૦૦ તથા લોકરમાં રાખેલા અમુક રોકડા રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા ૧,૦૨,૦૦૦ જેટલાની મત્તાની ચોરીનો ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top