National

અનેક હથિયારોનો ઉપયોગ કરી શ્રદ્ધાની બોડીના ટુકડા કર્યા હતા,શું મળ્યું હવે પોલીસને તપાસમાં ?

નવી દિલ્હી : શ્રદ્ધા વાલ્કર (Shraddha Walker) મર્ડર (Murder) કેસમાં પોલીસને હજુ પણ કોઈ નક્કર પુરાવાઓ નથી મળી રહ્યા. જોકે હવે આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla) પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph Test) થવા જઈ રહ્યો છે.હાલ તો પોલીસે આ કેસમાં સાયન્સ લેબોરેટરી (FSL)ની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. હત્યાનો આરોપી આફતાબ ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં છે. હત્યારા આફતાબે અનેક હથિયારોનો ઉપયોગ કરીને શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા હતા તેવું આફતાબે પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે પાંચ મોટી છરીઓ મળી આવી છે જેને તપાસ માટે ફોરેન્સિક ટીમને મોકલવામાં આવી છે.

  • મહારાષ્ટ્રમાં પુરાવાઓ શોધી રહી છે દિલ્હી પોલીસ
  • હત્યાના તાર બેંગ્લુરુ સાથે પણ જોડાયા છે
    -પૉલીગ્રામ ટેસ્ટમાં પણ નિરાશાઓ સાંપડી

મહારાષ્ટ્રમાં પુરાવાઓ શોધી રહી છે દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસ અલગ-અલગ દિશાઓમાં તપાસ આગળ વધારી રહી છે.હાલ મહારાષ્ટ્રમાં દિલ્હી પોલીસની ટીમ શ્રદ્ધા હત્યા કેસમાં ભાયંદર વિસ્તારમાં પુરાવા શોધવામાં પાલીસ લાગી ગઈ છે.જોકે હજુ શુધી પોલીસને અહીંથી પણ કોઈ નક્કર પુરાવાઓ હાથ નથી લાગ્યા.અલગ-અલગ દિશાઓમાં તપાસ દરમયાન ડ્રગસના એંગલ સાથે જોડીને પણ તપાસનો દોર આગળ વધ્યો હતો.

પૉલીગ્રામ ટેસ્ટમાં પણ નિરાશાઓ સાંપડી
ફોરેન્સિક સાયન્સના નિર્દેશક દીપા શર્માએ પોલિગ્રામ ટેસ્ટ વિષે સૂચનો આપતા જણાવ્યું હતું કે,આફતાબનો પોલિગ્રામ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.જેના બીજા તબક્કાઓ પણ ચાલશે.જોકે તેમાં પણ કઈ વધુ જાણકારીઓ નથી મળી રહી.આ કેસમાં તજજ્ઞોની ટિમ નક્કી કરશે કે નાર્કો ટેસ્ટ કરવો કે નહિ ?

50 સવાલો પોલીસે તૈયાર કર્યા છે
આફતાબ શ્રધ્ધા સવાલોના જવાબ આપતા મર્ડર કેસના આરોપી આફતાબ શ્રધ્ધાનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ થઇ ગયો છે. દિલ્હી પોલીસની એક ટીમ તેની પૂછપરછ કરી રહી છે જ્યારે તે પોલીસના સવાલોના જવાબ આપી રહ્યો છે. દિલ્હી પોલીસે તેને પૂછવા માટે લગભગ 50 પ્રશ્નો તૈયાર કર્યા છે.

હત્યાના તાર બેંગ્લુરુ સાથે પણ જોડાયા છે
શ્રદ્ધા વાલ્કર મર્ડર કેસનું કનેક્શન બેંગલુરુ સાથે જોડાયેલા છે. પોલીસે એક મિત્રને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હી પોલીસ અન્ય લોકોને પણ પોલીસ નોટિસ ઈશ્યુ કરીને તેમને પૂછપરછ કરવા માટે દિલ્હી બોલાવી રહી છે.

Most Popular

To Top