Sports

નિયમ તોડવા બદલ આ સ્ટાર ક્રિકેટર થયો એક વર્ષ માટે સસ્પેન્ડ, ચૂકવવા પડશે લાખો રૂપિયા

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) નિયમો તોડવા (Rules Break) બદલ ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ત્યારે આ કાર્યવાહી શ્રીલંકાના (Sri Lanka) ઓલરાઉન્ડર ક્રિકેટર ચમિકા કરુણારત્ન (Chamika Karunaratna) સામે કરવામાં આવી રહી છે. કહેવામા આવ્યું છે કે T20 વર્લ્ડ કપમાં ખેલાડીએ કરારનો નિયમોનો ભંગ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 26 વર્ષીય ચમિકા કરુણારત્નેને T20 વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓના કરારના નિયમોનો ભંગ કરવા બદલ બોર્ડ દ્વારા તમામ પ્રકારના ક્રિકેટમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ (suspended) કરવામાં આવ્યો છે. આ સાથે જ લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે.

SLCની એક્ઝિક્યુટિવ કમિટીએ ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવેલી શિસ્તબદ્ધ તપાસ બાદ આ સજાની જાહેરાત કરી છે. SLCએ કહ્યું, “ચમિકા કરુણારત્નેના ઉલ્લંઘનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તપાસ સમિતિએ SLC એક્ઝિક્યુટિવ કમિટીને ભલામણ કરી છે કે ખેલાડીને ભવિષ્યમાં આવું ન કરવા માટે સખત ચેતવણી આપવામાં આવે.” આ સાથે એવી સજા આપવી જોઈએ કે જેની તેની ક્રિકેટ કારકિર્દી પર વધુ અસર ન પડે.

ખેલાડીએ લાખો રૂપિયાનો દંડ ચૂકવવો પડશે
બોર્ડે વધુમાં કહ્યું, ‘આવી સ્થિતિમાં,ઘણા તારણો અને તપાસ પેનલની ભલામણ કાર્યકારી સમિતિએ તમામ પ્રકારના ક્રિકેટમાં ભાગ લેવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય કરુણારત્ને સામે 5000 યુએસ ડોલર (રૂ. 4.08 લાખ)નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર તાજેતરમાં જ પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં ચમિકા કરુણારત્નેએ સાત મેચમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. ચમિકા કરુણારત્નેએ પણ પોતાના પર લાગેલા તમામ આરોપો સ્વીકારી લીધા છે.

કરુણારત્નેનો આ આંતરરાષ્ટ્રીય રેકોર્ડ છે
26 વર્ષીય ચમિકા કરુણારત્ને શ્રીલંકા માટે એક ટેસ્ટ, 18 ODI અને 38 T20 ઈન્ટરનેશનલ રમી ચુકી છે. કરુણાકરત્નેએ 22 રન બનાવવા ઉપરાંત ટેસ્ટ મેચમાં એક વિકેટ લીધી છે. વન-ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો, કરુણારત્નેએ 34.18ની એવરેજથી 376 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે. જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં કરુણારત્નેના 15.11ની એવરેજથી 257 રન છે. ચમિકા કરુણારત્નેએ શ્રીલંકા માટે વનડેમાં 16 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 21 વિકેટ લીધી છે.

આ ક્રિકેટર પર ગંભીર આરોપો લાગ્યા હતા
તાજેતરમાં જ અન્ય એક શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુણાતિલક પણ ચર્ચામાં હતો. ઓસ્ટ્રેલિયામાં ટીમના T20 વર્લ્ડ કપ અભિયાન દરમિયાન એક મહિલાએ ગુણતિલક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હવે ગુણતિલકને જામીન મળી ગયા, પરંતુ તેના પર સોશિયલ મીડિયા એપ ટિન્ડરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

Most Popular

To Top