વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા વડોદરા શહેર જિલ્લા ના ઉમેદવારો એ ફોર્મ ભરી ને પોતાની ઉમેદવારી પર આખરી મ્હોંર મારી હતી.આજે ભાજપા, કોંગ્રસ, અને અપક્ષ સહિત વિવિઘ ઉમેદવારો ઢોલ નગારા અને બેન્ડવાજા તેમજ પોતાના કાર્યકરો ની મોટી ફોજ સાથે વડોદરા ના રાજ માર્ગો પર રેલી સ્વરૂપે શહેર ના કુબેર ભવન ખાતે ઉમેદવારી નોઘવવા પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધવતા પહેલા તમામ ઉમેદવારો પોતપોતાના ઇષ્ટદેવ ના દર્શન અને પૂજા અર્ચના કરી જીત માટે આશીર્વાદ મેળવ્યા હતા. વડોદરા સિટી વિઘાનસભા બેઠક ના ઉમેદવાર મનીષા વકીલ મોટી સંખ્યામા પોતાના કાર્યકરો સાથે વડોદરા કાળાઘોડા પાસે વિશ્વામિત્રી નદી ના કાંઠે આવેલ પૌરાણિક યવતેશ્વર મહાદેવ ના દર્શન અને પૂજા અર્ચના કરી જીતના આશીર્વાદ મેળવ્યા હતા ભાજપા ના ઉમેદવાર મનીષા વકીલ સાથે જીતેન્દ્ર સુખડીયા, ભરત ડાંગર, રાવપુરા બેઠક ના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ તેમજ વડોદરા ના કેયુર રોકડીયા સહિત શહેર ના આગેવાન નેતાઓ હાજર જોવા મળ્યા હતા.
વડોદરા જિલ્લાના સાવલી બેઠકના ઉમેદવાર કેતન ઇનામદારે પોતાના સમર્થકોને સાથે રાખીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. આ ઉપરાંત વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સમર્થકો સાથે જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમની રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા ઉપરાંત રાવપુરા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર મહેશકુમાર ગોવિંદભાઇ રોહિતે ફોર્મ ભર્યું હતું.