બાળના વ્યકિત વિકાસમાં અજાણતા જ માં બાપ અવરોધરૂપ બને છે. સોળ વર્ષ સુધી તેને દોરવણીની જરૂર પડે છે. આ ઉંમર પછી તેના વિચાર વિમર્શને અવરોધશો નહિ. જાતે નિર્ણય લેવા દો અને કોઇ ખોટું કરતો હોય તો નરમાશથી યોગ્ય સલાહ સુચન આપવી. કોઇપણ બાબતમાં તેના એકના એક દિકરાને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતો, પિતાના પઝેશિવનેચરથી સંતાન એટલો પરવશ થઇ ગયો કે શર્ટ પહેરુ કે બુશકોટ, બુટ પહેરુ કે ચંપલ, પુલ પરથી પસાર થતા સાયકલ પરથી આ છેડે ઉતરી જવુ અને બીજા છેડેથી બેસી જવું, ભોજન વખતે મમ્મીને પૂછીને જ ભાખરી, રોટલી લેવી. નોકરીમાં બોસના સલાહ સુચન માનવા નહિ. બાળકના વ્યકિત વિકાસને ખીલવા દો, તો જ તેની બુધ્ધિ શકિત ખીલશે. એના જ સમવયસ્ક મિત્રો આખી ફેકટરી સંભાળે છે. ઘણા સંતાનો લઘુતાગ્રંથીથી પીડાતા હોય છે, જયારે આ બાળક ગુરુતાગ્રંથીથી પીડાય છે.
રાંદેર – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ખાંભીયું અને પાળિયા શૂરવીરના પૂજાય છે
કોઇ અમને નડશે તો ઊભા રહી ગયા,
ઊભા રહીને અમે કોઇને ના નડ્યા…
એમના મહેલને રોશની આપવા,
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી….
(બરકતઅલી વિરાણી- બેફામ)
થોડા મહિના પહેલા ગઝલકાર શાયર કવિ બરકતઅલી વિરાણીની રચનાની બેકડી વાચકમિત્રો સમક્ષ મૂકી હતી. આમ તો આખી ગઝલ 10 કડી (20 લીટી)નો છે. પ્રત્યેક શબ્દોમા કવિનો દાસત્વ ભાવ ઝળહળી ઊઠે છે. અહીં ફરીથી બે કઠીમાં આંતર વલોપાતના શબ્દો પ્રેમથી મૂકી રહ્યો છું. ભગવાને ઇસુના પ્રાગટ્ય પછી સમગ્ર જીવન પર્યંત એમણે સમાજને સત્ય, કરૂણા, પ્રેમદયા, ભાઇચારો, સમભાવ જેવી આંતરિક ભાવનાઓની જ્યોતને જલતી રાખવાનુ પરમારથી કાર્ય કર્યુ છે જ. સંતના પંથને અવરોધવાના પ્રયાસો પણ વિરોધી તત્વો તરફથી સમય કાળે થતા રહ્યા છે. ભગવાન ઇશુના મૃત્યુદંડની સજા સંદર્ભે શાયરે જે શબ્દો આપ્યો છે તે ફનાગીરી શૂરવીના આત્મ સમર્પણની ભાવનાના દ્યોતક છે!! મસીહા સમાજને માત્ર સદ્દભાગે જ દોરતા હતા. કોઇક અનુયાયીની કાન ભંભેરણી થકી તેમને જીવતે જીવ ક્રોસ પર જડી દેવામા આવ્યા. તેમના છેલ્લા ઉદ્દગારોએ સમસ્ત અધ્યાત્મપથને ચાર ચાંદ અપાવી દીધી. હે પ્રભુ મને મૃત્યુદંડની સજા દેનારાઓને માફ કરી દેજે.
કાકડવા-ઉમરપાડા- કનોજભાઈ વસાવા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.