Comments

ધર્મનો મુદો ઊપાડવામાં ભાજપ પહેલા ખંચકાટ અનુભવતો હતો

ભારતીય જનતા પક્ષ સામાજિક મુદ્દાઓ પર રૂઢિચુસ્ત હોવાથી માંડી પ્રગતિશીલ બનવા સુધીની અસાધારણ પધ્ધતિએ આટલાં વર્ષોમાં ગયો છે. પોતાના સંવર્ધનાત્મક દાયકામાં ભારતીય જનસંઘ અને અટલબિહારી વાજપેયીના કાળમાં પણ પક્ષ પર્સનલ લો જેવા મુદ્દાઓ હાથ પર લેવામાં ખંચકાટ અનુભવતો હતો. પોતાના ૧૯૫૨ ના ચૂંટણી ઢંઢેરામાં તેણે આંબેડકરના હિતકોડ બિલ વિશે કહ્યું કે પક્ષ માને છે કે સામાજિક સુધારા ઉપરથી નહીં લદાવા જોઇએ. તે સમાજમાં જાતે જ આવવા જોઇએ. તેથી હિંદુ કોડ બિલમાં જણાવાયેલા કોઇ પણ સુધારા થવા જોઇએ નહીં. આ દૂરગામી ફેરફાર શું હતા? (૧) સ્ત્રીઓને, ખાસ કરીને વિધવાઓને વારસો અને (૨) ફારગતિ કાયદાઓ નબળા કરીને પસાર કરાયા હતા છતાં ભારતીય જનતા પક્ષ / ભારતીય, જનસંઘે તેના વિચારનો વિરોધ કર્યો હતો અને તેને હટાવવાનું પણ વચન આપ્યું હતું. તે સ્ત્રીઓને છૂટાછેડાનો અધિકાર નહોતો આપતો કારણ કે તેણે પોતાના ૧૯૫૭ ના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું હતું કે વિસર્જિત ન કરી શકાય તેવાં લગ્ન હિંદુ સમાજનો પાયો છે.

સંયુકત પરિવાર કાયમ રહેવાં જોઇએ. તેણે વારસાઇના આધુનિક કાયદાનો વિરોધ કર્યો હતો. હિંદુ કોડ બિલ પરત્વેનું તેનું વલણ સમય જતાં નબળું પડી ગયું કારણકે આ કાયદા સમાજને સ્વીકાર્ય હતા. લગ્ન જયાં નિષ્ફળ ગયા હોય ત્યાં છૂટાછેડા બુધ્ધિગમ્ય ઉકેલ છે. લગ્નનું બંધન સાત જન્મોનું પવિત્ર બંધન હોય છે એ વિચાર મોટા ભાગના ભારતીયોને સ્વીકાર્ય નથી. સામાજિક મુદ્દાઓ પર રૂઢિચુસ્તતાને માનનાર આ પક્ષ પહેલાં સમાન સિવિલ કોડ માટે દબાણ કરવામાં ખંચકાતો હતો જેનો ઉલ્લેખ તેના પહેલા પાંચ દાયકામાં એક જ વાર જોવા મળે છે. ૧૯૬૭ માં આ પક્ષે હિંદુ લગ્ન અને વારસાઇ કાયદા સામે પોતાનો વિરોધ પડતો મૂકવાનું શરૂ કર્યું.

તેણે કહ્યું હતું કે, અમે તમામ ભારતીય નાગરિકોનાં લગ્ન, દત્તક અને વારસાઇના કાયદાને હકૂમતમાં લેવા કાયદા ઘડીશું. પણ તેને તેના માટે ઉત્સાહ નહતો અને પછીનાં પચ્ચીસ વર્ષ તેને માટે કોઇ નિર્દેશ નથી. ભારતીય જનતા પક્ષને તેની રચનાથી છેક ૧૯૮૪ સુધી અયોધ્યામાં કોઇ રસ નહતો. ૨૨ મી ડિસેમ્બર, ૧૯૪૯ ની રાતે મૂર્તિઓ બાબરી મસ્જિદમાં ચોરી છૂપીથી લઇ જવાઇ હતી તે ઘટના જનસંઘની રચનાના થોડાક મહિનાઓ પહેલાં જ બની હતી છતાં પક્ષ માટે રામ મંદિર કયારેય મુદ્દો નહોતો બન્યો. ૧૯૮૪ ની ચૂંટણીમાં પક્ષનો ધબડકો થયો અને વાજપેયીએ પક્ષનું પ્રમુખપદ એલ.કે. અડવાણીને આપી દીધું ત્યારથી આ મુદ્દો બહાર આવ્યો.

પણ ચૂંટાયેલા નેતા અડવાણીને ખબર નહોતી લાગતી કે લોકોને ગતિમાન કરવાનું કામ કેવી રીતે થાય છે. આત્મકથામાં તેમણે લખ્યું છે કે મેં મંદિરનો મુદ્દો હાથ પર લીધો પછી મારી રથયાત્રા ફરતે કેટલા જંગી  ટોળાં જામ્યા હતાં તે જોઇ મને આશ્ચર્ય થયું હતું. આ પ્રતિભાવ જોઇ ભારતીય જનતા પક્ષના ઢંઢેરામાં હવે પહેલી વાર નિર્દેશ કરાયો કે ૧૯૪૮ માં ભારત સરકારે બાંધેલા સોમનાથ મંદિરની જેમ અયોધ્યામાં રામજન્મ મંદિર ફરીથી નહીં બાંધવા દઇ સરકારે તંગદિલી વધવા દીધી છે અને સામાજિક સંવાદિતા જોખમમાં મૂકી છે. ભારતીય જનતા પક્ષે ઇ.સ. ૧૯૮૯ માં રાજકારણમાં ધર્મ ભારતના મતદારોમાં ઊભો ચીરો પાડયો છે અને  તેનો તેને ચૂંટણીમાં મોટો લાભ મળ્યો હતો.

તેને ખબર પડી કે હિંદુ રૂઢિચુસ્તતા કરતાં મુસ્લિમ વિરોધી ધકકાથી પક્ષને પ્રગતિ માટે લોકોનો સારો ટેકો મળશે. સમાન સિવિલ કોડ હવે કાયમી મુદ્દો બની ગયો હતો અને ખાસ કરીને બહુપત્નીત્વ પર હુમલો કર્યો હતો. ભારતીય જનતા પક્ષને મોદીના નેતૃત્વ હેઠળ તલાક પાછળ પડયો હતો પણ તેનાથી તેને સંતોષ નહીં થયો કારણકે તેનાથી ધૃવીકરણ નહીં થયું. હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના લગ્નને ગુનાનું સ્વરૂપ આપતાં કાયદા ભારતીય જનતા પક્ષનાં શાસન હેઠળનાં રાજયોમાં આપતા ગયા. મુસ્લિમોને નિશાન બનાવવાથી ધૃવીકરણ થાય અને તેનો લાભ થવાની સંભાવના હતી. આર્થિક પરિસ્થિતિ, બેરોજગારી અને બળતણના ભાવની સમસ્યા યથાવત્‌ રહેવા છતાં ભારતીય જનતા પક્ષશાસિત રાજયો જાણે હારબધ્ધ રીતે ચાલે છે. આજે આ પક્ષ ફોજદારી કાયદા અને નાગરિક સ્વાતંત્ર્યના મામલે ઉદારમતવાદીમાંથી રૂઢિચુસ્ત બનતો જાય છે. ૧૯૫૧ માં અને ૧૯૫૪ માં તેણે વિચાર સ્વાતંત્ર્ય, સભા મેળવવાના અને મંડળી રચનાના સ્વાતંત્ર્ય પર નેહરુનાં વધતાં નિયંત્રણો અને પ્રતિરોધક અટકાયતના કાયદાઓ સામે વિરોધ કર્યો હતો અને હવે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top