એડિલેડઃ T20 વર્લ્ડ કપની (T20WorldCup2022) સેમીફાઈનલ (Semifinal) પહેલા ભારતીય ક્રિકેટરો એક પછી એક ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મંગળવારે કેપ્ટન રોહિત શર્મા થ્રો ડાઉન પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને આજે વિરાટ કોહલી પણ ઈજાગ્રસ્ત (Virat Kohli Injured) થયો હતો. બોલ એટલો જોરથી વાગ્યો કે વિરાટ થોડો સમય પ્રેક્ટિસ પીચ પર બેસી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ વિરાટની ઈજાના અપડેટ વિશે વાત કરી રહ્યા છે. કેટલાંક તેને સામાન્ય ઘટના ગણાવી રહ્યા છે તો કેટલાક ઈજાને ગંભીર ગણાવી રહ્યા છે.
ક્યાં અને કેવી રીતે થઈ ઈજા?
ટીમ ઈન્ડિયા ભારતીય સમય અનુસાર બપોરે પ્રેક્ટિસ કરવા માટે એડિલેડ ઓવલ મેદાન પર પહોંચી હતી. ત્યારે વિરાટને હર્ષલ પટેલના હાથે અથડાવાથી ગ્રોઈનમાં ઈજા (Groin Injury) થઈ હતી, ત્યારબાદ તે નેટ્સ છોડીને ચાલ્યો ગયો હતો. જો કે, આ સમાચાર આવ્યા બાદ વિરાટ કોહલી હાલમાં ઠીક છે અને તેણે ફેન્સ સાથે સેલ્ફી પણ ક્લિક કરી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
વિરાટ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે
વિરાટ કોહલી આ મેગા ઈવેન્ટમાં જોરદાર ફોર્મમાં છે. વિરાટ માત્ર ટૂર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી નથી, પરંતુ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી સફળ બેટ્સમેન પણ છે. સુપર-12 રાઉન્ડ દરમિયાન વિરાટ કોહલીએ પાંચ ઇનિંગ્સમાં 123ની એવરેજ અને 138.98ના સ્ટ્રાઇક રેટથી 246 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં લેન્થ બોલ પર હરિસ રઉફનો સીધો છગ્ગો વિશ્વ ક્રિકેટના આઇકોનિક શોટ્સમાંથી એક બની ગયો છે.
મંગળવારે રોહિત શર્માને ઈજા થઈ હતી
આ અગાઉ ગઈકાલે 8 નવેમ્બરે રોહિત શર્મા (Rohit Sharma) સામાન્ય પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એડિલેડ ઓવલ ખાતે ટીમના થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ એસ રઘુનો સામનો કરતા, એક શોર્ટ-પીચ બોલ ઝડપથી કૂદકો માર્યો અને તેના જમણા હાથ પર વાગ્યો હતો. ભારતીય કેપ્ટન પુલ શોટ રમવાનો પ્રયાસ ચૂકી ગયો અને બોલ ઝડપથી તેના હાથ પર વાગી ગયો હતો. તે સ્પષ્ટ હતું કે તે ખૂબ જ પીડામાં હતો અને તેણે તરત જ પ્રેક્ટિસ સેશન છોડી દીધું હતું. જોકે, તેણે આઈસ પેક લગાવ્યા બાદ ફરીથી પ્રેક્ટિસ કરી હતી. હવે તે સેમિફાઇનલમાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ હોવાનું કહેવાય છે.