ઉત્તર પ્રદેશ: બિહાર (Bihar) ના કટિહાર (Katihar) જિલ્લામાં જિલ્લા પરિષદના સભ્ય અને બીજેપી નેતા (BJP Leader) સંજીવ મિશ્રા (Sanjiv Mishra) ની ગોળી મારીને હત્યા (Murder) કરવામાં આવી હતી. બાઇક સવાર અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. કટિહારનો આ વિસ્તાર બિહાર-બંગાળ બોર્ડર પાસે છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના તેલટા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંજીવ મિશ્રાને તેમના ઘરની સામે બે બદમાશોએ ગોળી મારી દીધી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર, બે બાઇક સવારો તેલટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિશ્રાના ઘરે પહોંચ્યા અને તેમને ગોળી મારી દીધી. જૂની અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ હત્યાના વિરોધમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયા હોવાની આશંકા
સ્થાનિક બીજેપી નેતાની હત્યાના વિરોધમાં ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલા લોકોએ રોડ બ્લોક કરી દીધો છે. સાથે જ રોષે ભરાયેલા ગ્રામજનોએ તેલટા ઓપી પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે આસપાસના તમામ રસ્તાઓ સીલ કરી દીધા છે અને ગુનેગારોને પકડવા દરોડા પાડી રહ્યા છે. આશંકા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનેગારો પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયા છે.
કોણ છે સંજીવ મિશ્રા
સંજીવ મિશ્રા બિહાર-બંગાળની સરહદે આવેલા અંતરિયાળ વિસ્તારમાં વર્ષોથી ભાજપની રાજનીતિને બુલંદ કરી રહ્યા છે. આ પહેલા પણ વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન તેમના પર જીવલેણ હુમલો થયો હતો અને ત્યારબાદ સોમવારે સવારે તેઓનાં ઘરની સામે જ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સંજીવ મિશ્રા કટિહાર વિધાન પરિષદ અશોક અગ્રવાલની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. પ્રાથમિક સ્તરે આ મામલો પરસ્પર દુશ્મનાવટનો હોવાનું કહેવાય છે. મામલાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.