સુરત:કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા જીએસટી (GST) ચોરી પર અંકુશ મેળવવા (Control) માટે નવી જોગવાઈઓ કરવામાં આવી છે.એ મુજબ નવા કોમન ઈન્કમટેક્સ (Common Income Tax) રિટર્નમાં વેપારીઓને જીએસટીની વિગત આપવી પડશે.એટલુંજ નહીં નોન રજીસ્ટર્ડ કંપનીનાં (Non Registered company) ટર્નઓવરની વિગત અલગથી અપલોડ કરવી પડશે. ITR માં હવે જીએસટીના નિર્ધારિત શિડયુલ મુજબ વિગતો ડિસક્લોઝ કરવી પડશે.આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંકની તર્જ પર કોમન ઈન્કમટેક્સ રિટર્નમાં નવી જોગવાઈમાં જીએસટીની વિગતો પણ જાહેર કરવી પડશે.
વેચાણની વિગત ટર્ન ઓવર સાથે દર્શાવવી પડશે
નવા કોમન આઇટીઆરને અમલી બનાવતા પેહલા વિભગે 15 ડિસેમ્બર સુધી કરદાતાઓ પાસે સૂચનો અભિપ્રાય મંગાવ્યા છે.જો આ નવી જોગવાઈ લાગુ પડશે તો વેપારીઓને ફરજીયાત સીએ.ની વ્યવસ્થા રિટર્ન માટે કરવી પડશે.સીએનું કામનું ભારણ પણ વધશે. નવી જોગવાઈમાં વેપારીઓને ધંધાના પ્રકારની વિગત,નફો અને નુકશાનની વિગત,માલના ખરીદ- વેચાણની વિગત ટર્ન ઓવર સાથે દર્શાવવી પડશે.આ વિગતો અપલોડ કરતી વખતે ધ્યાન રાખવુ પડશે કે જીએસટીઆર-1,3 અને જીએસટીઆર-9 અને 9–સીમાં જે વિગતો અપલોડ કરી છે તે મેચ થવું જોઇએ.વેપારીઓના જીએસટીના ડેટા ઇન્કમટેક્સના ડેટા સાથેના વાર્ષિક રિટર્નથી મિસમેચ થશે તો વિભાગ સીધી ખુલાસાની નોટીસ આપી શકશે.
GST પોર્ટલ પર નિયમો બદલાયા
ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બર 22 થી GST પોર્ટલ પર કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેની અસર દરેક કરદાતા પર પડશે, જો કોઈ કરદાતાએ તે મહિના પહેલા GST R1 ફાઇલ કરવું પડશે એ માટે તે GST R3B રિટર્ન ફાઇલ કરવુ પડશે. અન્યથા તમારું 3B જેના કારણે ઘણી વાર જોવા મળે છે, કે GST R1 માં મોડું ફાઈલ કરવાને કારણે, ITC ક્લેમ કરવામાં મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. બીજી તરફ કોઈપણ પ્રકારની F/Y 2021-22 જેમ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, GST R1 માં ઉલ્લેખ, ક્રેડિટ નોટ, આ તમામ હશે 30 નવેમ્બર 22 પહેલા કરવામાં આવશે. અને હવે GST પોર્ટલ પર HSN કોડ લાગુ કરવામાં આવ્યું છે, જેમાં GST R1 ના B થી B ટ્રાન્ઝેક્શનમાં 5 મળશે. કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકો માટે 4 અંકનું HSN કાર્ડ દાખલ કરવું ફરજિયાત બની ગયું છે.જો ખોટું કાર્ડ દાખલ કરશો તો પોર્ટલ દ્વારા ચેતવણી આપવામાં આવશે, એ સાથે પહેલાં સાચું કાર્ડ દાખલ કરવું પડશે, તો જ GST R1 ફાઇલ કરી શકશો.