જાહેર માર્ગ તથા સોસાયટીના રસ્તા તેમજ આંતરિક ગલીઓમાં વરસાદી પાણીના નિકાલ અને સાફસફાઈ માટે પાલિકા પહેલાં અસલ ચેમ્બર ( કુંડી ) બનાવતી ત્યારે લોખંડના જાળીયા – ઢાંકણ ફિટ કરતી હતી અને તેવાં જાળિયાંઓ વાહનોની આવનજાવનના ભારણને કારણે તૂટી જતાં હતાં. ઘણી વખત પાલિકાના અમુકતમુક ભ્રષ્ટ સફાઈ કામદારો દારૂ પીવાના પૈસા ભેગા કરવા માટે તેવાં ઢાંકણો મધ્ય રાત્રીએ સફાઈ કરવાના હેતુસર સ્થળ ઉપરથી ચોરી જતા અને ભંગારમાં વેચી નાંખતા તેવા તબક્કે મેળાપીપણું ઉઘાડું પડે નહીં તેથી પાલિકા પોલીસમાં ફરિયાદ લખાવવાનું ટાળતી. આમ પબ્લિક પ્રોપર્ટીને લોસ ઓફ રેવન્યુ તેમ જ ડેમેજ થતાં હવે લોખંડનાં ઢાંકણોની જગ્યાએ નવા સિમેન્ટ કોન્ક્રીટના ચેમ્બરો,બોક્સ,પેવર બ્લોકસ બેસાડવામાં આવ્યાં છે,કિન્તુ ઘણે ઠેકાણે રસ્તા નિચાણવાળા હોવાથી અથવા કોઈ ઠેકાણેના માર્ગ રોડ લેવલથી પણ ઊંચા બનાવ્યા હોવાથી આમ કેટલેક ઠેકાણે રોડ રસ્તાના ખૂણા/કાટખૂણિયા એક સરખા નહીં.
હોવાથી જાહેર ફૂટપાથ અને સર્વિસ રોડ તરફ બનાવેલ ચેમ્બરો સમાંતર ધોરણે નહીં હોવાથી તેની અનેકો વખત ભાંગ તૂટ થવાથી પાલિકાની વોર્ડ ઑફિસના લોક સેવા વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ તે બદલી આપવા અથવા નવા નાખવા સારું સ્થાનિકો પાસેથી નાણાંની અઘટિત અને અજુગતી માંગણી કરતા હોય છે અથવા સેનેટરી ડૉવેલ્સ હાર્ડવેરને ત્યાંથી ખરીદી લાવવાનો દુરાગ્રહ દાખવતા હોય છે.
ચેમ્બર ઢાંકણ એ પાલિકાની મિલકત છે,તૂટફૂટ દરમિયાન બદલવાની પાલિકાની નૈતિક ફરજ અને તેનો એક ભાગ હોવા છતાં તેવી ચેમ્બર ખસેડવા / રફ કોટા સ્ટોન બદલવાના નાણાં કરદાતા પાસે ખોટી અને અન્યાયી રીતે માંગવામાં આવે એ સેવાકીય વહીવટીય સંસ્થા માટે શરમજનક લેખાય. કરદાતાઓના રૂપિયા નગરપતિ / કમિશનરના બંગલા પાછળ ભ્રષ્ટાચાર સાથે ખર્ચાય છે, જ્યારે બોટલ નેક અને 4 રસ્તે તૂટી ગયેલ જોખમી અને ખુલ્લી ગટરનું ઢાંકણ / લોક બ્લોક બોક્સ નવું બહારથી લાવવાનો આગ્રહ સેવાય છે,પાલિકાનું વિજિલન્સ ઇન્સ્પેકશન ખાતું શું કરે છે.
સુરત – સુનિલ બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ધાર્મિક અનુષ્ઠાનમાં વડાપ્રધાનની ઉપસ્થિતિ જરૂર ખરી !
માણસ નામે ધાર્મિક લાગણીના વળગણથી વિંટળાયેલો છે. તેની આસ્થાને પંપાળનારો, શિલાન્યાસ વિધિ કરનારો, જે તે ધર્મની પાઘડી પહેરનારો જે તે ધર્મના આસ્તિકોની લાગણીને જહોરનારા વડા પ્રધાનનો મકસદ શો હોઈ શકે? ફક્ત ચૂંટણી ટાણે જ આ નાયકો વધુ પડતો લાગતો નથી ? ભક્તોનાં ટોળાં ભરી ભરીને ખટારાઓ ઠલવાય છે. સરકારી બસોના મોંઘા ઈંધણનો વેડફાટ પોષાય છે કેમ ?
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.