World

ભારતની મિસાઈલની જાસુસી કરવા ચીને હિંદ મહાસાગરમાં જહાજ મોકલ્યું

નવી દિલ્હી: ભારત (India) મિસાઈલ પરીક્ષણ (Missile testing) કરવાનું છે તેના થોડા જ દિવસ પહેલાં ચીને (China) એક જાસુસી જહાજ (spy ship) હિંદ મહાસાગરમાં મોકલ્યું છે. 3 મહિનાથી પણ ઓછા સમય પહેલાં આ જ પ્રકારનું જહાજ શ્રીલંકાના હેમ્બેનટોટા બંદર પર લાંગર્યું હતું.ચીની નૌકાદળ દ્વારા આ દરિયામાં તૈનાત કરાયેલું જાસુસી જહાજ તે વર્ગ અને ડિઝાઈનનું છે જે મિસાઈલ ટેસ્ટનું અને સેટેલાઈટની હિલચાલનું નિરીક્ષણ કરવા માટે છે.હાલનું ચીનનું જાસુસી જહાજ યુઆન વાંગ-6એ (Yuan Wang-6) હિંદ મહાસાગર પાર કર્યું છે અને તે બાલિના કાંઠા તરફ જઈ રહ્યું છે, એમ મરીન-ટ્રાફીક વેબસાઈટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

યુઆન વાંગ-6 એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે એનઓટીએએમ જારી કર્યું છે
યુઆન વાંગ-6 એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે એનઓટીએએમ જારી કર્યું છે જે હવાઈ અધિકારીઓ માટેની નોટિસ હોય છે જેમાં ખાસ તારીખ અને સમયે મિસાઈલ પરીક્ષણ કરવાની ઈચ્છા દર્શાવવામાં આવે છે.એક ગુપ્તચર સંસ્થાના નિષ્ણાત ડેમિયન સિમોને જણાવ્યા મુજબ, અગાઉથી આયોજિત આ પરીક્ષણ સૂચવે છે કે એક મિસાઈલ ઓડિશાના અબ્દુલ કલામ દ્વિપ પરથી 10-11 નવેમ્બરના રોજ છોડવામાં આવશે અને તે મિસાઈલની પ્રહાર ક્ષમતા 2200 કિ.મી. હશે. શ્રીલંકાથી પશ્ચિમ અને ઈન્ડોનેશિયાથી પૂર્વ વચ્ચેના વિસ્તારને મિસાઈલ સંચાલિત કરાશે તે મુજબ બ્લોક કરવામાં આવ્યા છે.

થોડા જ દિવસોમાં ભારત એક મિસાઈલ પરીક્ષણ કરવાનું છે
ભારતની ચિંતા છે કે તે જે મિસાઈલનું પરીક્ષણ કરવાનું છે તેના પર ચીન નજર રાખવાનો પ્રયાસ કરશે જેથી તેને મિસાઈલના માર્ગ, ગતિ, મારક ક્ષમતા અને ચોકસાઈ જેવી માહિતી મળી જાય.ભારત વ્હીલર દ્વિપ પરથી અવાર નવાર મિસાઈલનું પરીક્ષણ કરે છે.

Most Popular

To Top