અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) ગુજરાત હાઈકોર્ટના (Gujrat High cort) જજને વિનંતી પત્ર લખીને મોરબી (Morbi) દુર્ધટના (Tragedy) માટે બનાવાયેલી હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવામાં આવે, તેમજ આ પત્ર દ્વારા જે માહિતી આપવામાં આવેલી છે તેને જાહેર હિતમાં સુઓમોટો કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, મોરબી સિવિલ હોસ્પીટલમાં જ્યા લાશોના ઢગલા પડેલા હતા ત્યાં સંવેદનહીન તંત્રએ આ લાશોની વચ્ચે બે યુવા ધન જે ગંભિર રૂપથી ઘાયલ હતા અને જીવીત હતા જેમની ઉંમર ૧૮ થી ૨૦ ની હતી તેઓ પણ આ લાશોના ઢગલાની વચ્ચે જીવતા મળ્યા હતા.
ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પ્રોજેક્ટ સત્વરે બંધ કરી દેવામાં આવે
મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં જે એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવેલ છે. તે એસ.આઈ.ટી.માં ફક્ત સરકારને આધિન ઓફિસરને સામેલ કરવામાં આવેલા છે. જે પ્રમાણે ભૂતકાળની એસ.આઈ.ટી.નો ઈતિહાસ છે તે પ્રમાણે આ એસ.આઈ.ટી. સંપૂર્ણ રીતે તટસ્થ તપાસ કરશે કે નહી તે મોટો પ્રશ્ન છે. આલોક શર્માએ એ વધુમાં કહ્યું હતું કે તેમના દ્વારા એવી માંગણી કરાઈ છે કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવે અને જો ફિટનેસ સર્ટીફીકેટ ઉપલબ્ધ ન હોય તો ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પ્રોજેક્ટ સત્વરે બંધ કરી દેવામાં આવે.
મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશન કેમ મૌન છે ?
પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલે કહ્યુ હતું કે,આ એક્ટ ઓફ ગોર્ડ નથી પરંતુ એક્ટ ઓફ ફ્રોડ છે. આવુ ભૂતકાળમાં પશ્ચિમ બંગાળની પુલ દુર્ઘટના બાદ નરેન્દ્ર મોદી બોલ્યા હતા. ઘટનાના ત્રણ દિવસ બાદ શા માટે રાજકીય શોક રાખવામાં આવ્યો ? મૃતકોની વેદનાને સમજવાની સંવેદના ભાજપ સરકારે ખોઈ દીધી છે. શા માટે અત્યાર સુધી આ ઘટના બાબતે બાળ આયોગ, મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશનના હોદ્દેદારો મૌન છે ?