આર. ટી. આઈ. એક્ટિવિસ્ટ અને વિહસલ બ્લોઅરે જાગૃત નાગરિક તરીકે એક અકસ્માતના ગુનામાં જાહેર માર્ગ ઉપર સરકાર તરફથી લટકાવેલા સી. સી. ટી. વી. કેમેરામાં કેદ થયેલ ગુના અંગેની ફુટેજોની માંગણી અત્રેના સંબંધિત પોલિસ વિભાગ પાસેથી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગતા,માહિતી અસ્થાને રહી કિન્તુ જવાબદાર જાહેર માહિતી અધિકારી અને સક્ષમ અપીલ સત્તાધિકારી બન્નેએ એકબીજાના મેળાપીપણા હેઠળ અંતિમ હેતુ પાર પાડવાના હેતુસર તેવી માહિતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના શિરે ગોલકીપરની માફક ફુટબોલને કિક મારી ઠાલી દીધી,આમ માહિતી નહિ મળતા સદર કામે બીજી અપીલમાં આયોગે જણાવ્યું કે, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ એ જાહેર સત્તા મંડળ નથી. ખેર,આ ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે, ભ્રષ્ટ પોલીસ વિભાગ અરજદાર /ફરિયાદીને માહિતી અધિકાર અધિનિયમ અન્વયે મળવાપાત્ર જરૂરી માહિતીઓ પુરી નહીં પાડીને યેનકેન પ્રકારેણ હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ પહોંચાડવાના ગોરખધંધા જ કરે છે. પોતાના સિદ્ધાંતો અને નિષ્ઠાને વરેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમર તેમના તાબા અંતર્ગત ચાલતા આર. ટી. આઈ. સેલને યોગ્ય સમજ અને તાલીમ આપશે ખરા!? ( આશા નથી !)
સુરત – સુનીલ બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
બેપરવાહ સુરતીઓ આદતસે મજબુર
વિન્ડો ડ્રેસિંગથી કે બ્યુટી પાર્લરમાં જઈ લાલી લિપસ્ટીકના લેપડીઓથી બે નંબરી સુરત સ્વચ્છતાનું ઈનામ લઈ જવી એમાં રાજકારણની બુ આવે છે, કચરાપેટીઓ વાળાનો કોઈ ફીક્સ ટાઈમ ટેબલ નથી, રંગ રોગાન કરેલ ઈમારતો પર આજે પણ પાનની પિચકારીઓ મરાય છે. દરેક બસ સ્ટેન્ડની પાછળ બે ફૂટની ક્યારા ગલીની ક્યારેય સફાઈ થતી નથી. કચરા એંઠવાડની પોટલી, કૂતરા, બિલાડા કેંદીને રસ્તા પર વેર વિખેર થતા જોઈ શકાય છે. અદ્યતન બસ સ્ટેન્ડ ફલોર લેવર બે ફૂંટ ઉંચુ હોવાથી સિનિયર સિટીઝનો બસ સ્ટેન્ડના રાંદેર બાંકડાનો ઉપયોગ કરી શકતા નથી. ભિખારીઓ અને રોગીષ્ટો રાત્રે રેન બશેરાનો ઉપયોગ કરે, અધુરામાં પુરુ અવાવરૂ બસ સ્ટેન્ડનો ફેરિયાઓ પડયા પાર્થયા રહે એવી સુરતને સ્વચ્છતાનું બિરૂદ આપવું એ સરકાર અપમાન છે.
રાંદેર – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.