National

‘કેજરીવાલ સરકાર યમુનામાં સફેદ ફીણ છુપાવવા ઝેરી કેમિકલનો છંટકાવ કરી રહી છે’ : ભાજપ

નવી દિલ્હી: આસ્થાના મહાન તહેવાર છઠ્ઠનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) યમુના (Yamuna) નદીના ઘાટ પર ભક્તો પૂજા કરે છે અને યમુનાનું પ્રદૂષણ (Pollution) કોઈનાથી છુપાયેલું નથી. યમુનાનું પ્રદૂષણ દર વર્ષે વધતું જાય છે અને જવાબદારો પોતાની જવાબદારીમાંથી છટકી જતા જોવા મળે છે. છઠ્ઠ પૂજા દરમિયાન આને લઈને રાજકારણ અને આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ જાય છે.

  • યમુનામાં ઝેરી કેમિકલ છાંટવામાં આવી રહ્યું છે – ભાજપ
  • કેજરીવાલે યમુનામાં ડૂબકી મારવી જોઈએ – પ્રવેશ સાહિબ સિંહ
  • ભાજપના નેતાઓએ વિજ્ઞાન વિશે શીખવું જોઈએ – AAP

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મનોજ તિવારીએ ગુરુવારે દિલ્હી સરકાર પર છઠ પૂજા પહેલા ફીણ સાફ કરવા માટે યમુનામાં ઝેરી રસાયણોનો છંટકાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “દિલ્હી સરકાર યમુના નદીમાં ઝેરી રસાયણોનો છંટકાવ કરીને યમુનાને સાફ કરવામાં નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

યમુનામાં ઝેરી કેમિકલ છાંટવામાં આવી રહ્યું છે – ભાજપ
સાંસદ મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે, “યમુનાના પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા કરવા અમે કાલિંદી કુંજ વિસ્તારની મુલાકાત લીધી હતી. અમે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે ફીણને છુપાવવા માટે ખૂબ જ ઝેરી રસાયણનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. તે અમને જોઈને તરત જ ભાગી ગયો હતો. અમે ફરિયાદ નોંધાવી છે.”

કેજરીવાલે યમુનામાં ડૂબકી મારવી જોઈએ – પ્રવેશ સાહિબ સિંહ
આ સાથે જ પશ્ચિમ દિલ્હીના સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્માએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યમુનામાં ડૂબકી મારવાનો પડકાર ફેંક્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે AAP વડાની ગાઝીપુર ઢાલ ઘરની મુલાકાત નદીમાં પ્રદૂષણના મુદ્દા પરથી ધ્યાન હટાવવાની ષડયંત્ર હતી.

ભાજપના નેતાઓએ વિજ્ઞાન વિશે શીખવું જોઈએ – AAP
બીજેપીના આરોપોનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યું, “ભાજપના નેતાઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક શીખવું જોઈએ. કેન્દ્ર સરકારના NMCG (નેશનલ મિશન ફોર ક્લીન ગંગા) દ્વારા DJBની ‘એન્ટી-ફોમિંગ’ કેમિકલ ટેક્નોલોજીની પણ ભલામણ કરવામાં આવી છે. ‘ફોમિંગ એજન્ટ’નો ઉપયોગ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દરેક રસાયણ ઝેર નથી હોતું. “અમે છઠ પૂજા પર ભક્તો માટે સ્વચ્છ ઘાટ અને ફીણ મુક્ત યમુના પ્રદાન કરીશું,” તેમણે કહ્યું.

Most Popular

To Top