નવી દિલ્હી: કાચા તેલની(Crude oil) કિંમતોમાં(price) આજે ઘટાડો નોંધાયો છે જેનું કારણ ચીનની અર્થવ્યવસ્થા (economy) છે. ચીન(China) તરફથી એવા સંકેતો મળ્યા છે કે આગળ જતાં તેલની માંગમાં ઘટાડો થશે, જેના કારણે કિંમતો ઘટી છે. ચીને સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા છે. જે અપેક્ષા કરતા વધુ સારા છે પરંતુ તે હજુ પણ સામાન્ય સ્તરથી નીચે છે. ઉપરાંત, ભવિષ્ય માટે થતી આગાહી પણ સારી નથી. કોવિડને પગલે ચીનની કડક નીતિઓને(covid policies) કારણે અર્થવ્યવસ્થામાં દબાણ વધવાની શક્યતા છે. જેની અસર કાચા તેલની કિંમતો પર પણ પડી છે. હાલ ઘટાડા પછી પણ કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 90 ડૉલરના(dollar) સ્તરથી ઉપર છે. જો ક્રૂડ પર દબાણ આમ જ ચાલુ રહેશે તો ઓઈલ કંપનીઓ(oil companies) તેમને અગાઉ થયેલ ખોટનો(loss) કેટલોક હિસ્સો ઉઠાવી શકશે અને આવનારા સમયમાં રિટેલ(retail) ભાવમાં રાહત મળશે.
ક્રૂડ ઓઈલના ભાવ ક્યાં પહોંચ્યા?
બ્રેન્ટ ક્રૂડ અત્યારે પ્રતિ બેરલ 93 ડૉલરની નજીક છે. જ્યારે WTI પ્રતિ બેરલ 85 ડૉલરથી નીચે ટ્રેડ કરી રહ્યું છે. ગત સપ્તાહે જ ક્રૂડના ભાવમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. હાલમાં મંદીના ડર અને ક્રૂડ સપ્લાય કરતા દેશોના નિર્ણયો વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ ગગડી રહ્યા છે. ઓપેક પહેલેથી જ કહી ચૂક્યું છે કે તેના માટે ક્રૂડ ઓઈલની કિંમતનું સ્તર પ્રતિ બેરલ 90 ડૉલર છે. આ કારણોસર 90 ડૉલરથી નીચે આવતાની સાથે જ ઓપેક પ્લસએ તેલના ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જો કે, માંગમાં સતત ઘટાડો થવાના કિસ્સામાં, ઓપેક દેશો માટે ભાવને નિયંત્રિત કરવું શક્ય નહીં રહે. આવી સ્થિતિમાં ઉત્પાદન ઘટાડવાથી નુકસાન પણ થઇ શકે છે, કારણ કે ઘટતા ભાવ વચ્ચે ઉત્પાદન ઘટાડવાથી, તેમની પોતાની આવકમાં પણ ઘટાડો થશે.
ચીનના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3.9 ટકાના દરે આગળ વધી રહી હતી. તેણે પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 0.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આમ છતાં, વૃદ્ધિ દસ વર્ષોની નીચી સપાટીએ જ છે. આ સાથે અર્થવ્યવસ્થાને લઈને ઘણી અનિશ્ચિતતા છે. ચીનમાં કોવિડની કડક નીતિઓનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઉદ્યોગો પર વારંવાર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. જેના કારણે વૃદ્ધિ પર અસર થવાની શક્યતા છે, અને સાથે જ ક્રૂડ ઓઈલની માંગમાં વધુ ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત થઈ છે. ઑગસ્ટમાં લાભ થયા પછી પણ તેલની ખરીદી ગયા વર્ષના સ્તર કરતાં 2 ટકા ઓછી છે. જેના કારણે બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે.
પેટ્રોલ અને ડીઝલ પર શું થશે અસર
ક્રૂડ ઓઈલના ભાવ હાલમાં પ્રતિ બેરલ 90 ડોલરથી ઉપર છે. જોકે તેમાં સતત ઘટાડો થવાની શક્યતા છે. કિંમતો ઘટવાથી ઓઈલ કંપનીઓ પર દબાણ ઓછું થયું છે અને તેમનું કુલ નુકસાન ઘટી રહ્યું છે. તેનાથી સરકાર પરનું દબાણ પણ ઓછું થયું છે. હાલમાં તેલના ભાવ એવા સ્તરે નથી કે તે છૂટક કિંમતોમાં ઘટાડો કરી શકે. જો કે સરકાર પર દબાણ ઓછું થવાથી તે ટેક્સમાં રાહત આપી શકે છે. એટલે કે, જો તેલની કિંમતો આ સ્તરોથી નીચે રહે છે, તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો થવાની સંભાવના છે.