નવી દિલ્હી: વોટ્સએપ(WhatsApp) માટે ભારત(India) સૌથી મોટું માર્કેટ છે, અહીંયા લગભગ 500 મિલિયન યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. આ સાથે ભારત એ દેશોમાં સામેલ છે જ્યાં એન્ડ્રોઇડ ટ્રોજન ડિટેક્શનની સંખ્યા સૌથી વધુ છે. લોકપ્રિય ઍપ વૉટ્સઅપનું નવું મૈલીશિયસ(malicious) વર્ઝન(version) યૉવૉટ્સઅપ(YoWhatsApp) સામે આવ્યું છે જેનો ઉપયોગ ભારત અને અન્ય દેશોના લોકોને નિશાન(target) બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અગાઉ, વોટ્સએપનું બિનસત્તાવાર થર્ડ-પાર્ટી ક્લોન(clone) જાહેર થયું હતું જે લોકોની જાસૂસી કરતું હતું.આ એપ યુઝર્સને કેટલાક એવા ફીચર્સ(features) આપે છે જે તેની ઓફિશિયલ એપમાં જોવા મળતા નથી. સાયબર સિક્યુરિટી કંપનીઓનું કહેવું છે કે છેલ્લા બે મહિનામાં 3,600થી વધુ લોકો આ મૈલીશિયસ વર્ઝનનો ભોગ બન્યા છે.
‘ટ્રાયડા મોબાઈલ ટ્રોઝ’ વડે ચોરી થાય શકે છે વોટ્સએપ એકાઉન્ટ
રશિયા સ્થિત કંપનીનું કહેવું છે કે તેના સંશોધકે યૉવૉટ્સઅપની શોધ કરી છે. વોટ્સએપના નવા મૈલીશિયસ સંસ્કરણની જાહેરાત એક વેરિઅન્ટ તરીકે કરવામાં આવી છે જેમાં એવી સુવિધાઓ છે જે કંપનીની સત્તાવાર એપ્લિકેશનમાં પણ જોવા મળતી નથી. સાયબર સિક્યોરિટી કંપનીનું કહેવું છે કે આ મોડ ‘ટ્રાયડા મોબાઈલ ટ્રોઝ’ ફેલાવે છે તેથી તે અન્ય ટ્રોજન પણ ડાઉનલોડ કરી શકે છે, પેઇડ સબ્સ્ક્રિપ્શન ઇશ્યૂ કરી શકે છે અને વોટ્સએપ એકાઉન્ટ ચોરી શકે છે.
3,600થી વધુ લોકો પર થશે અસર
છેલ્લા બે મહિનામાં 3,600થી વધુ યુઝર્સ મોબાઈલ ટ્રોજનથી પ્રભાવિત થયા છે અને આમાંના મોટાભાગના યુઝર્સ ભારત, રશિયા, બ્રાઝિલ, મેક્સિકો અને ઈન્ડોનેશિયાના છે. યૉવૉટ્સઅપની સ્નેપટયૂબ એપ્લિકેશનમાં જાહેરાત કરવામાં આવે છે અને વિડમેટ દ્વારા પણ જાહેરાત કરવામાં આવે છે. આ બંને એપનો ઉપયોગ યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી વીડિયો ડાઉનલોડ કરવા માટે થાય છે.
યૉવૉટ્સઅપ કેવી રીતે ટાર્ગેટ કરે છે
કેટલાક યુઝર્સ વારંવાર વિચારે છે કે ફ્રી વોટ્સએપમાં પર્યાપ્ત ફીચર્સ નથી અને વધુ ફીચર્સના લોભમાં તેઓ યૉવૉટ્સઅપ ડાઉનલોડ કરે છે, જે તેમને વધુ વિકલ્પો આપે છે. આમાં ચેટ, બલ્ક મેસેજિંગ અને પાસવર્ડ-સંરક્ષિત લોગિન માટે કસ્ટમ બેકગ્રાઉન્ડ અને ફોન્ટ્સનો સમાવેશ થાય છે. આવા વપરાશકર્તાઓને નથી લાગતું કે આ બધું એક જાળ હોઈ શકે છે. વપરાશકર્તાઓની આ માનસિકતાનો લાભ લેવા માટે, સાયબર અપરાધીઓ યૉવૉટ્સઅપનો ઉપયોગ કરે છે.
વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ ઘણી સુવિધાઓ
એકવાર વપરાશકર્તાઓએ યૉવૉટ્સઅપ મોડ ડાઉનલોડ કરી લીધા પછી, તેમને સત્તાવાર એપ્લિકેશન પર તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે કહેવામાં આવે છે. લોગ ઇન કર્યા પછી, યુઝર્સને ટ્રાયડા ટ્રોજનની સાથે ઘણી બધી સુવિધાઓ મળે છે. સાયબર અપરાધીઓ પછી વપરાશકર્તાઓના ઉપકરણો પર મૈલીશિયસ પેલોડ્સ ચલાવે છે અને તેમના સત્તાવાર વોટ્સએપ એકાઉન્ટને હૅક કરી લે છે. ત્યારબાદ વપરાશકર્તાઓને પેઇડ સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરીને એકાઉન્ટ્સ ચોરી કરાય છે અને વપરાશકર્તાઓ પાસેથી નાણાં પૈસા મંગાવામાં આવે છે, ઍપના આ જાળ વિશે લોકો જાણતા નથી.
યૉવૉટ્સઅપથી કેવી રીતે સુરક્ષિત રહેવું
સાયબર હુમલાખોરોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ પ્લે સ્ટોર્સ અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ(install) કરવાનો છે. ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશનોને આપવામાં આવેલી પરવાનગીઓ તપાસો. અને તમારા સ્માર્ટફોન પર મોબાઇલ એન્ટીવાયરસ ઍપ જરૂરથી ઇન્સ્ટોલ કરો. વપરાશકર્તા તરીકે તમારે ફક્ત સત્તાવાર એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. તમને અધિકૃત સ્ટોરમાંથી જોઈએ તેટલી કસ્ટમ સુવિધાઓ કદાચ ન મળી શકે, પરંતુ આ તમને વધુ સુરક્ષિત રાખશે.