Vadodara

સિદ્ધિનાથ તળાવનું બ્યુટિફિકેશન કરાયું: ફુવારા નથી, ગંદકીનું સામ્રાજ્ય

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ઐતિહાસિક તળાવોના બ્યુટીફીકેશન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાંય હાલ આ તળાવમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય જળચર જીવોના મોત તેમજ તળાવની ફરતે ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટી નીકળ્યો છે. યોગ્ય સાર સંભાળ નહીં લેવાતા તળાવની દુર્દશા થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની સફાઈ, તળાવની ફરતે રેલિંગ લાઇટિંગ વોકવે બનાવવા માટે બ્યુટીકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જો કે આ ખર્ચ બાદ પણ તળાવોની યોગ્ય દેખરેખ સાફ-સફાઈ રાખવામાં નહીં આવતા આ તળાવ ગંદકીમાં પરિવર્તિત થયા છે. એક તરફ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ભાર મૂકી દેશભરમાં અભિયાનો ઝુંબેશ રૂપે ચલાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ શહેરના વિવિધ તળાવમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીએ આ અભિયાનના લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરા શહેરના કેટલાક તળાવમાં હતો જળચર જીવોના મોત થયા છે. જેનો સિલસિલો પણ યથાવત જોવા મળ્યો હતો. અગાઉ ઘણી વખત અનેક વિરોધ પણ થયા હતા કે તળાવમાં ગંદકી ઓક્સિજનની ઉણપ ને કારણે જળચરજીવોના મોત થઈ રહ્યા છે.

પરંતુ હજીએ તેનો કાયમી ધોરણે કોઈ ઉકેલ આવ્યો નથી.આ પહેલા પણ જ્યારે ગાયકવાડ શાસનકાળ દરમિયાન આ તળાવો જીવન થતા તે વખતે કદી પણ જળચર જીવોના મોત થવાની ઘટના બની નથી ત્યારે આ મામલે એક પર્યાવરણ વીદ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં એવી કોઈ મશીનરી ન હતી. પરંતુ રાજાના સમયમાં એક પ્રકારના ફાઉન્ટેન ફુવારા જે તળાવમાં મૂકવામાં આવતા હતા.તેના કારણે તળાવમાં રહેલું પાણી ફુવારા મારફતે અવરજવર કરતું હોવાથી પાણી શુદ્ધ રહેતું હતું સાથે જ પાણી ફરતું રહેતું હોવાથી ઓક્સિજનનું પ્રમાણ પણ આપોઆપ જળવાઈ રહેતું હતું અને તેના કારણે જ જળચર જીવો સુરક્ષિત હતા. પરંતુ આજના આ અધ્યતન યુગમાં લોકો જ પોતે સુંદરતાને નષ્ટ કરવા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે અને તેની સીધી અસર પર્યાવરણ ઉપર પડી રહી છે.તળાવમાં પણ પ્લાસ્ટિક સહિતનો કચરો નાખવામાં આવે છે. તેમજ તળાવની ફરતે જુદી જુદી ખાણીપીણીની લારીઓ દ્વારા પણ તળાવમાં એઠવાડ કચરો ફેંકવામાં આવે છે.

મ્યુ.કમિશનરે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો
નવનિયુક્ત મ્યુનિ. કમિશનર બંછા નિધિ પાનીએ ચાર્જ સંભાળતા જ સ્વચ્છતા પર ભાર મૂક્યો છે તેમણે જાતે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નિરીક્ષણ અને અધિકારીઓને પણ સ્વચ્છતા જાળવવા આદેશ આપી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રાત્રિ દરમિયાન હવે જાહેર માર્ગો પર સાફ સફાઈ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગંદકી કરતા લોકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

કોર્પોરેશનની 264 જેટલી ટીમ દ્વારા 277 વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે 26 જેટલી કન્સ્ટ્રકશન સાઈડમાં કામગીરી ચકાસી તે પૈકી એક કન્સ્ટ્રકશન સાઈડમાં નોટિસ પાઠવી હતી. નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશ્નરે કામગીરીના નિરીક્ષણ દરમ્યાન તમામ વોર્ડમાં સુપરવિઝનમાં ઉણપ દેખાતા કડક સૂચના આપી છે.જે વોર્ડમાં સુપરવાઇઝર કે સુપરવાઇઝરી સ્ટાફ ઓછો હોય ત્યાં તાત્કાલિક ચાર્જ આપી સુપરવાઇઝરી સ્ટાફ ઉભો કરી કામગીરીનું સંચાલન કરવા કહ્યું છે.

શહેરમાં તમામ ખુલ્લા તેમજ પ્રાઇવેટ પ્લોટની સફાઇ નિયમિત રૂપે કરવા તેમજ પ્રાઇવેટ પ્લોટોની સફાઇ બાદ પ્લોટોના માલિકોને દંડ કરવા કહ્યું છે અને સાથે શહેરના તમામ લારી ગલ્લાઓને સૂકા તેમજ ભીના કચરા માટે બે ડસ્ટબીન રાખવા અને જો લારી-ગલ્લાઓ ડસ્ટબીનના રાખે તો તેઓને દંડ કરવા તમામ વોર્ડ ઝોનને સૂચના આપેલી છે. શહેરમાં ઓપન સ્પોટ તેમજ મુખ્ય રસ્તા ઉપર સફાઇનું સ્તર દિવાળીના તહેવારો દરમ્યાન જાળવી રાખવા અને તેમાં જો ઉણપ દેખાશે તો જે તે વોર્ડ ઝોનના અધિકારી અને કર્મચારી ઉપર કડક પગલાં લેવાશે.

Most Popular

To Top