સુરત : મધ્યપ્રદેશના (Madhya Pradesh) બડવાની જિલ્લાના 14 વર્ષના બાળકને લલચાવી અપહરણ (Kidnapping) કરી સુરત (Surat) લાવી છોડી દેવાયો હતો. શહેર ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા આ બાળકને તેમના પરિવાર (Family) સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
સુરત શહેર ગ્રાફિક પોલીસનો સ્ટાફ દિવાળી અનુસંધાને સ્ટેશન સર્કલ વિસ્તાર ફૂટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન સુરત બસ સ્ટેશન પાસે આવતા એક આશરે 14 વર્ષનો બાળક રડતો હતો. પોલીસે અને તેની પાસે જઈ કેમ રડે છે. પૂછતાં તે પોતાના ગામ સ્કૂલે ગયો અને તેઓને કોઈ બે અજાણ્યા મધ્યપ્રદેશ ગામ – વર્લા જી. બડવાનીથી તારા પપ્પાએ અમારી સાથે સુરત લઇ જવાનું કહીને લલચાવી ફોસલાવીને મધ્યપ્રદેશની બસમાં બેસાડી સુરત બસ સ્ટેશન લઇ આવ્યા હતા. અને બસ સ્ટેશનમાં છોડી ક્યાંક નાસી ગયા હતા. બાદમાં બાળકને દિલ્હીગેટ ટ્રાફિક પોલીસ ચોકી લઇ આવી નામ પૂછતાં તેનું નામ અને પિતાનો મોબાઈલ નંબર જણાવ્યો હતો. આ નંબર પર સંપર્ક કરીને બાળક પોતાનું બાળક સુરત શહેર ખાતે મળ્યો છે તેવા મેસેજ મળતા ખુશ થઇ ગયા હતા.
ડાંગ જિલ્લાનાં વઘઇનો યુવાન સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વઘઇની રાજેન્દ્રપુરની 16 વર્ષની સગીરા માધ્યમિક શાળા વઘઇ ખાતે ભણવા ગઈ હતી. જે સગીરા શાળામાંથી ઘરે પરત નહીં ફરતા માતાએ આસપાસનાં ફળીયા તથા સગા સંબધીઓને ત્યા શોધખોળ આરંભી હતી. પરંતુ સગીરા મળી આવી ન હતી. બાદમાં જાણવા મળ્યુ હતુ કે તેમના ફળીયામાં રહેતો જીગ્નેશ ઉર્ફ ફાલુભાઈ સખારામભાઈ મનસુ પવાર તેમની દીકરીને લગ્નની લાલચ આપી ફોસલાવી લઈ લઈ ગયો છે. જે બાદ યુવાનનાં ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. જેથી સગીરાનાં માતાએ જીગ્નેશ ઉર્ફ ફાલુ પવાર સામે વઘઇ પોલીસ મથકે ગુનો નોંધાવતા વઘઇ પોલીસની ટીમે આ યુવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.